________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
મૂળમાં ભૂલ પંથીઓ હોય તોપણ જો માથે વાળ ન જ હોય તો ઉપમા કોને ? તેમ સામી ચીજને “નિમિત્ત” એવી ઉપમા કયારે અપાય કે જો ઉપાદાન પોતે જાગૃત થઈને સમજે તો સામાને નિમિત્તની ઉપમા અપાય, પરંતુ ઉપાદાન જ ન હોય તો નિમિત્તે શેનું કહેવાય? માટે કાર્ય તો ઉપાદાનને જ આધીન થાય છે.
સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્ત વગર તો કદી પણ સત્ય ન જ સમજાય, પરંતુ તેથી પોતાની સમજવાની તૈયારી થાય ત્યારે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રને શોધવા જવું પડે એવું ઉપાદાન પરાધીન નથી. પોતાની તૈયારી હોય ત્યાં નિમિત્તનો જોગ જરૂર હોય જ એવો નિયમ છે. ધર્મક્ષેત્ર મહાવિદેહમાં વીસ મહા ધર્મધૂરંધર તીર્થકરો અનાદિ હોય જ છે. મહાવિદેહમાં તીર્થકરો ન હોય તેમ કદી ન બને, જો પોતાની તૈયારી હોય તો ગમે ત્યાં સત્ નિમિત્તનો જોગ બને જ. અને જો પોતાની તૈયારી ન હોય તો સત નિમિત્તનો જોગ બને છતાં પણ પોતાને સતનો લાભ ન થાય.
અહીં આ સંવાદમાં નિમિત્તે તરફની દલીલ કરનાર જીવ એવો લીધો છે કે તે ડાહ્યો છે, સમજવા ખાતર દલીલ કરે છે. તે છેવટે ઉપાદાનની બધી સાચી વાત કબૂલ કરશે. તે એવો હઠાગ્રહી નથી કે પોતાનું જ ખેંચ્યા કરે. સત્ય-અસત્યનો નિર્ણય કરીને સત્યને તુરત જ સ્વીકાર કરે એવા જ જીવની અહીં વાત છે.
દેહાદિની ક્રિયાથી મુક્તિ થાય કે પુણ્યથી ધર્મ થાય એવા પોતાની ઊંધી માન્યતાના ખીચડા જીવે રાખ્યા, તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com