________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
મૂળમાં ભૂલ
લાયકાત હોય તો પહાડ એની મેળે ઊડે છે. પહાડને ઊડવા માટે ફૂંકની પણ જરૂર પડતી નથી. કોઈને એમ થાય કે ‘અરે, આ તો કેવી વાત છે? શું પહાડ એની મેળે ઊડતા હશે?' પરંતુ ભાઈ, વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય ) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ ૫૨ની અપેક્ષા રાખતી નથી. ૫૨ વસ્તુનો તો તેમાં અભાવ છે તો તે શું કરે ?
૩૮. ઉદાસીન નિમિત્ત અને પ્રે૨ક નિમિત્ત
પ્રશ્ન:- નિમિત્તના બે પ્રકાર છે-એક ઉદાસીન અને બીજું પ્રેરક–તેમાંથી ઉદાસીન નિમિત્ત તો કાંઈ ન કરે પરંતુ પ્રેરક નિમિત્ત તો ઉપાદાનને કાંઈક પ્રેરણા કરે ને ?
ઉત્ત૨:- નિમિત્તના જુદા જુદા પ્રકાર ઓળખાવવા માટે એ બે ભેદ છે, પરંતુ તેમાંથી કોઈ પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી, કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કાંઈ વિલક્ષણતા આવતી નથી. પ્રેરક નિમિત્ત પણ પ્રેરણા કરતું નથી. બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.
પ્રશ્ન:- પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્તની વ્યાખ્યા શું
છે?
ઉત્ત૨:- ઉપાદાનની અપેક્ષાએ તો બન્ને પર છે, બન્ને અકિંચિત્કર છે તેથી બન્ને સ૨ખા છે. નિમિત્તની અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઇચ્છાવાળું કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com