________________
(૮)
છે, તથા કેપ વિગેરે અગ્નીની જવાળા બુઝે ત્યારે તે પરિનિર્વત થાય છે, અને રાગદ્વેષ રૂપ અગ્નીના ઉપશમથી ઉપશાંત છે તથા કોધાદિ પરિતાપ દુર થવાથી આત્મા આનંદિત થાય છે અને તેજ સુખી છે કારણ કે જેને કષાયો શાંત છે તેજ સુખી છે. અને તેથી જ ઉપશાંત કષાયવાળે આત્મા શીત થાય છે. આ બધાં પદે એક અર્થવાળાં છે. એટલે (૧) શીતીભૂત (૨) પરિનિર્વત (૩) શાંત (૪) પ્રહાદ. આ ઉપશાંત કષાય કહેવાય છે ( આ પદને અર્થ નોધાદિને શાંત કરવાને છે )
હવે વિરતિપદ કહે છે. अभय करो जीवाणं सीयधरो संजमो भव सीओ। अस्संजमो य उण्हो, एसो अन्नवि पन्जाओ॥ नि.
ભા. ૨૦૭ તાં, જીવેને અભય કરવાને આચાર તે શીત (સુખ) છે. તેનું ઘર છે, તે, પ્ર. કયું? ઉત્તર. સત્તર પ્રકારને સંયમ પાળવે તે શીત છે, કારણકે તેમાં, બધાં દુઃખને હેતુ જે રાગદ્વેષ વગેરેનાં જોડલાં છે, તે વિરતિમાં દુર થાય છે. એથી, ઊલટે અસંયમ તે ઊષ્ણુ છે..
આ શીત અને ઊષ્ણ લક્ષણરૂપ-સંયમ, અસંયમને બીજો પર્યાય. સુખદુઃખરૂપ છે. તે વિવક્ષાના કારણુથી થાય છે. તેથી હવે, સુખપદનું વિવરણ કરે છે.