________________
(૨૫૦)
બનવાકાળને લીધે શું થાય, તે કહે છે, કદાચ તે ગુણયુક્ત સાધુને અપ્રમત્ત પણે બધાં અનુષ્ઠાન કરવા છતાં, જતાં આવતાં સંકેચતાં પસારતાં પાછા ફરતાં પ્રમાર્જન કરતાં કઈ પણ અવસ્થામાં પિતાની કાયાના સમાગમમાં આવેલા સંપતિમ (ઉડતા) કેટલાક જંતુઓ પરિતાપ પામે, કેટલાક ગ્લાની પામે, કેઈને અવયવ નાશ પામે, અને અંત અવસ્થાને સૂત્રકારજ બતાવે છે કે, કેટલાક પ્રાણથી પણ દૂર થાય છે, આમાં કર્મ સંબંધી વિચિત્રતા છે, શૈલેશી અવસ્થામાં રહેલા સાધુને મશક વિગેરેના કાયને સ્પર્શ થતાં કઈ જંતુ મરણ પામે, તે પણ બંધના ઉપાદાન કારણ એગના અભાવથી બંધ નથી. ઉપશાંત તથા ક્ષીણમેહ તથા સગી કેવલિને સ્થિતિ નિમિત્ત “કષા”ના અભાવથી એક સમયને જ બંધ છે. આ પ્રમત સાધુને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કેડા કેડી સાગરોપમની અંદર બંધ છે, પણ પ્રમત્ત સાધુને અનાકુટ્ટીના કારણે તથા વિના દેખે વર્તન કરવાથી કેઈ પ્રાણીને પિતાના પગ વિગેરેથી સ્પર્શ થતાં તેને ઉપતાપના વિગેરે થતાં જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અપ્રમત્ત માફક છે. પણ પ્રમાદના કારણે કાંઈક વિશેષ બંધ છે. અને તે તેજ ભવે લેપાય (દૂર થઈ શકે) છે, તે સૂત્ર વડેજ બતાવે છે. આ જન્મમાંજ ભેગવવું, તે આ મલેક વેદન છે, તેનાવડે ભેગવવું તે આલેકવેદન વેદ્ય છે,