________________
(૨૮૪) ગ્રહથી બંધાયેલા (કાગ્રહી) છે, તથા ઉપસ્થાન તે બનાવટી તેમનું ધર્માચરણ છે, તેમાં ઉદ્યમ કરનારા તે સેપસ્થાન વાળા છે, તેઓ બોલે છે, કે “અમે પણ પ્રજિત છીએ” છતાં સારા ધર્મના વિશેષ વિવેકથી રહિત બનીને સાવદ્ય આરંભમાં વર્તે છે. તેમ કેટલાક કુમાર્ગની વાસના વાળા (મિથ્યાત્વી) નથી, પણ આળસ નિંદા સ્તંભ (માન) વિગેરે (૧૩ કાઠિયા)થી બુદ્ધિ હણાતાં તીર્થકરના કહેલા સદાચારમાં નિરૂપસ્થાન વાળા (સારા ધર્માનુષ્ઠાન રહિત) છે. એટલે મિથ્યાત્વી ચારિત્રના નામે અનાચાર કરે, અને સમ્યફલ્હી જીવે પ્રમાદથી સંયમ પાળવામાં બેદ પામે છે. તે બંનેને દુર્ગતિ મળવાની છે, તેવું જાણીને ગુરૂ કહે છે હે શિષ્ય ! તને તેવી દુર્ગતિ ન થાઓ! (માટે સમ્યકત્વ ધારણ કરી ને પ્રમાદ છેડી પુરે સંયમ પાળ !) આવું સુધર્માસ્વામી પિતાની બુદ્ધિથી નથી કહેતા, તે કહે છે, “તર ઉપર કહેલું (જિનેશ્વરનું છે) અથવા આજ્ઞા રહિત નિરૂપસ્થાન પણું છે, અને આજ્ઞા પાલનમાં સેપ સ્થાનપણું (ચારિત્ર) છે, આવું તીર્થકરનું દર્શન (મંતવ્ય) છે,
અથવા હવે પછી જે ઉપદેશ કહે છે, તે તીર્થકરનું દર્શન છે, કે કુમાર્ગ છેડીને હમેશાં આચાર્યની સેવા કરનારા થવું, તે આચાર્યની દષ્ટિમાં રહેવું તે “તદૃષ્ટિ છે, એટલે તીર્થકરે કહેલા આગમમાં દષ્ટિ રાખનારે છે, તથા