________________
(૨૮૨) પણ સંભવે છે. આ પ્રમાણે ભેદના સંભવમાં ક્યાંથી એક્યતા હેય? જૈનાચાર્ય શિષ્યને કહે છે, કે તેવાને ખુલ્લું કહેવું જે મતિ વિગેરે જ્ઞાન રૂપ કરણવડે અથવા કિયાવડે સામાન્ય વિશેષ આકારપણે જે કઈ (જીવ) વસ્તુને જાણે છે તે આત્મા છે. અને તે આત્માથી ભિન્ન જ્ઞાન નથી, તેમ કરણ પણે ભેદ નથી, એકને કર્મ કરણના ભેદ વડે ઉપલબ્ધિ થાય છે, જેમકે દેવદત્ત આત્માને આત્માવડે જાણે છે, કિયા પક્ષમાં પક્ષસંબંધી અભેદ છે એવું તમે પણ સ્વીકાર્યું છેજ, વળી
भूतियेषां क्रियासैव, कारकं सैव चोच्यते - જેમાં ભૂતિ (થવાપણું) છે તેજ ક્રિયા છે, અને તેજ કારક છે, આ વચન વિગેરેથી એક પણું જ છે,
જ્ઞાન અને આત્માનું એકપણું માનતાં શું થાય?
તે જ્ઞાન પરિણામને આશ્રયી આત્મા તે નામેજ વ્યપદેશ કરાય છે, જેમકે ઇદ્રિથી ઉપયુક્ત હોય તે ઇંદ્ર કહેવાય, અથવા મતિ જ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન ચર્યવજ્ઞાની, કેવળજ્ઞાની છે. અને જે જ્ઞાન આત્માનું એકપણું સ્વીકારે છે, તેને શું ગુણ થાય, તે કહે છે. ઉપર બતાવેલી નીતિએ યથાવસ્થિત આત્મવાદી થાય, અને તેના સભ્ય લાવવડે અથવા શમિતા (ઉપશમપણું)વડે પર્યાય રૂપ છે,