________________
(૨૧૮) અં –જે જે કહ્યું, અને જે હવે કહીશ, તે મેં તીર્થકર પાસે સાંભળ્યું છે, અને તે પ્રમાણે મારા આત્મામાં સ્થિર થયું, માટે અધ્યાત્મ છે, એટલે મારા ચિત્તમાં પણ તેજ પ્રમાણે છે, શું છે? તે બતાવે છે, બંધથી મોક્ષ તે બંધ પ્રમેક્ષ છે, તે અધ્યાત્મમાંજ છે, અને અધ્યાત્મ તે બ્રહ્મચર્ય છે, બ્રહ્મચર્યવાળાને મેક્ષ છે, વળી ઈન્થ આ પરિગ્રહ રાખવાથી વિરત તે છે, પ્ર–કેણ છે? ઉ.-જેને ગૃહ નથી તે અણગાર છે, તે સાધુ દીર્ઘરાત્ર (આખી જીદગી) સુધી પરિગ્રહના અભાવવાળો બનીને ભૂખ તરસ વિગેરેનાં આવેલાં કષ્ટને સહન કરે, વળી ગુરૂ ઉપદેશ કરે છે, પણ-વિષયે વિગેરે પ્રમાદેથી ધર્મથી વિમુખ થએલા ગૃહસ્થ તથા વેષધારીઓને તું જે, દેખીને શું કરવું ? તે કહે છે –
અપ્રમત્ત બનીને સંયમ--અનુષ્ઠાનમાં યત્ન કરે. વળી, આ પૂર્વે કહેલું સંચમ-અનુષ્ઠાન મુનિનું સર્વસ્વન છે. તે સર્વજ્ઞનું કહેવું છે, તે સારી રીતે પાળવું આ પ્રમાણે હું કહું છું.
ત્રીજે ઉદેશે. - હવે ત્રીજે ઊહેશે કહે છે. તેને અર્થ આ પ્રમાણે છે–બીજા ઊદેશામાં કહ્યું કે –અવિરતવાદી તે, પરિગ્રહવાળો છે, અને આ ત્રીજા ઊશામાં તેથી ઊલટું કહે છે. આ પ્રમાણે સંબંધથી આવેલા આ ઊદેશાનું પહેલું સૂત્ર કહે છે.