________________
(૨૨૬) મદન કામ (સંસારી વાસના) રહિત બને, તથા તેને ઝંઝા (માયા અથવા લેભ ઈચ્છા) ન હોય, તેથી અઝંઝ કહેવાય. અને કામ તથા ઝંઝાને પ્રતિષેધ કરવાથી મેહનીયના ઉદએને પ્રતિષેધ કર્યો, અને તેના પ્રતિષેધથી શીલવાળે બને, એને ભાવાર્થ એ છે કે ધર્મ સાંભળીને અકામ (સુશીલ) થાય, અને અઝંઝ થવાથી અમાથી થાય, આ બંને ગુણથી ઉત્તર ગુણ લીધા, અને તે ઉપલક્ષણથી મૂળગુણ (મહાવ્રત) પણ લીધાં, તેથી અહિંસક સત્યવાદી પણ થાય, વિગેરે સમજી લેવું, - શંકા-જીવથી શરીર જુદું છે, આવી ભાવના ભાવનાર તથા પિતાનું બળવીર્ય પવ્યા વિના ધર્મ કરનાર ૧૮૦૦૦ શીલાંગ ધારણ કરનારને તથા ઉપદેશમાં કહેવા મુજબ વર્તવા છતાં પણ મારે સર્વથા કમલ દૂર નથી થયે, તેથી તમે તેનું અસાધારણ કારણ કહે ! કે જેના વડે હું શીધ્ર સંપૂર્ણ કર્મમલ કલંકથી રહિત થાઉં, હું આપના ઉપદેશથી સિંહ સાથે પણ યુદ્ધ કરીશ, કારણ કે કર્મ ક્ષય કરવા માટે હું તૈયાર થયો છું, તેથી કંઈ પણ મને અશક્ય નથી,
તેને ઉત્તર સૂત્રકાર આપે છે, ઇંદ્રિય તથા મનરૂપ દારિક શરીર વડે તું યુદ્ધ કર. કારણ કે તે વિષય સુખને. પિપાસુ બની સવેચ્છાએ ચાલી તારૂં અહિત કરે છે, તેથી