________________
(૧૨૫) એટલે જેનાથી ધર્મ પ્રાપ્તિ થાય એવા તીર્થકરે પણ તેવાને પાપનું ઉપાદાન કારણ થાય છે, તેને પરમાર્થ આ છે, કે જેટલાં કર્મની નિર્જરા માટે સંયમ સ્થાન છે, તેટલાંજ બધને માટે અસંયમ સ્થાન છે, કહ્યું છે કે, यथा प्रकारा यावन्तः, संसाराबेशहेतवः। .. तावन्यस्तद्विपर्यासा, निर्वाणसुखहेतवः ॥१॥
જેટલા પ્રકારના જેટલા સંસારના ભ્રમણના હેતુઓ છે, તેટલાજ તેને વિપરીત રીતે લેવાથી નિર્વાણ સુખને આપનારા હેતુઓ છે.
- એ પ્રમાણે રાગદ્વેષથી જેનું અંતઃકરણ મલિન છે, અને વિષય સુખમાં જે તત્પર છે, તેના વિચારે દુષ્ટ હોવાથી તેને બધું સંસારને માટે છે, જેમ લીમડાના રસમાં જે દુધ સાકર વિગેરે મેળવીએ પણ લીમડાની કડવાશથી મીઠી વસ્તુ પણ કડવી થાય છે, પણ સમ્યગદષ્ટિ છે, જેણે સંસાર સમુદ્રમાંથી નીકળવા માટે વિષય અભિલા દર કરેલાને સર્વે મેહક વસ્તુઓ અશુચિ રૂપ અને દુઃખનું કારણ છે.
એવું ભાવનારને સવેગ થતાં તે મેહક વસ્તુઓ સંસાર રનું કારણ છતાં પણ એક્ષને માટે થાય છે. ' વળી તે જ વિષયને ઉલટા (પ્રતિષેધ) સૂત્ર વડે કહે છે.
મળવા ભિાર-પ્રસજ્ય પ્રતિષેધ ( )