________________
(૨૧૨)
समुप्पेह माणस्स इकाययणरयस्स इह विष्ण मुकरस नास्थि मग्गे विरयस्स तिमि (स० १४८)
- સારી રીતે દેખતાને આ ભેર ધર્મવાળું શરીર છે, એવું વિચારતાં તેને માર્ગ નથી. અર્થાત્ ચાર ગતિમાં બ્રમણ નથી. તે કહે છે. એટલે આ આત્માને બધા પાપ આરથી મર્યાદામાં લેવાય (કબજે રખાય) અથવા કુશલ (ધર્મ) અનુષ્ઠાનમાં ઉદ્યમવાળે કરાય, તે તે આયતન કહેવાય અને તે જ્ઞાનદર્શન ચારિત્ર એ ત્રણમાં એક રૂપે હોય તે એકાયતન છે, અને તેમાં રમણતા કરે તે આત્મા એકાયતનરત છે, તે નિસ્પૃહી જ્ઞાની મુનિ પણ આ શરીર અથવા આ જન્મમાં વિવિધ ઉત્તમ ભાવનાઓ વડે શરીરના અનુબંધથી મુકાય તે વિપ્રમુક્ત છે, તેને નરકતિર્યંચ મનુષ્ય ગતિમાં ભ્રમણ નથી, તેમજ વર્તમાન કાળ બતાવવાથી ભવિષ્યમાં પણ ભ્રમણ નથી એમ કહ્યું, અથવા તેજ જન્મમાં બધા (આઠ) કર્મને ક્ષય થવાથી તેને નરકાદિ માર્ગ નથી. પ્રશ્ન–કને ! ઉ–જે હિંસા વિગેરે આશ્રવ દ્વારેથી નિવૃત્ત છે. તેને સંસાર ભ્રમણ નથી. આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે કે હું મારી સ્વ કલ્પનાથી નથી કહેતા. પણ જે વીર વર્ધમાન સ્વામીએ દિવ્ય જ્ઞાન વડે જાણીને વચનથી કહ્યું કે હું તમને કહું છું. આ પ્રમાણે વિરત તે મુનિ છે, એમ કહ્યું, હવે અવિરતવાદી તે પરિગ્રહવાળે છે, એમ પૂર્વે કહેલું, તે સિદ્ધ કરે છે,