________________
જરૂર નથી; માટે સંસારમાં રહેલાં ઘાતકર્મવાળા ને આ ઊપદેશ અપાય છે. વળી જેઓ ધર્મને ભવિષ્યમાં સમજશે અને સ્વીકાશે જેમ મુનિસુવ્રત સ્વામી તીર્થકરને અને ઘડાને દૃષ્ટાંત છે, તેવાઓને ધર્મ સંભળાવાય, અને તે સમજેલા હોય એટલે જેઓના આગળ કહેતાં છમસ્ત સાધુને ખબર ન પડે માટે કેવા જીને કહેવું તે કહે છે. વિજ્ઞાન પ્રાપ્ત એટલે હિતની પ્રાપ્તિ અને અહિત છોડવાને વિચાર કરવાનું જેને જ્ઞાન હેય, તથા બધી પર્યાપ્તિઓથી પર્યાપ્ત એટલે સંજ્ઞી હોવા જોઈએ.
આ સંબંધમાં નાગાર્જુનીયા કહે છે. "आघाइ धम्म खलु से जीवाणं, ते जहा-संसार पंडिवत्राणं माणुस भवस्थाणं आरंभ विणईणं दुक्खुबेअसुहे सगाणे धम्मस्सवण गवेसयाण सुस्सूसमाणाणं पडिपुच्छमाणाणं विण्णाण पत्ताणं"
સંસારમાં રહેલા મનુષ્ય જન્મમાં આવેલા પણ આરંભથી વિરમેલા દુઃખની ઉપેક્ષા કરનારા સુખને વાંછનારા હોય છતાં પણ તેઓ ધર્મ સાંભળવાની ઈચ્છા કરતા હોય, ગુરૂની ઉપાસના કરતા હોય, ધર્મના વિષયને પુછતા હોય અને સમજવાની શક્તિવાલા હાય ('આ સૂત્ર સરળ હોવાથી ટેકા નથી પરંતુ આરંભ વિનયીને અર્થ આરભથી દૂર હોય) તેઓને જ્ઞાની સાધુ ધર્મ બતાવે છે, તે