________________
કઢિીને દષ્ટાંત કહે. (ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલને દષ્ટાંત બતાવેલ છે.) હવે જે અનેક ચિત્તવાળે છે તે શું કરે છે, તે બતાવે છે. દ્રવ્ય કેતન એટલે ચાલણી પૂરનારે અથવા સમુદ્ર છે. અને ભાવ કેતન તે લેભની ઈચ્છા છે. એટલે પૂર્વે કેઈએ પણ ભર્યું નથી, તેને પોતે ભરવા ઈચ્છે છે, તેને સાર આ છે કે પૈસાના લેભમાં શક્ય અથવા અશક્ય કાર્યમાં વિચાર્યા વિના અશક્ય અનુષ્ઠાનમાં વર્તે છે, અને લેભની ઈચ્છા પૂરણ કરવામાં વ્યાકુળ મતિવાળે બનીને શું કરે છે, તે કહે છે, તે લોભીઓ બીજા પ્રાણીઓના વધમાં તત્પર થાય છે, અને બીજા અને શરીર તથા મન સંબંધી પરિતાપ કરાવે છે તેજ પ્રમાણે બે પગવાળાં ચાર પગવાળાં મનુષ્ય પશુ વિગેરેને સંગ્રહ કરે છે, તથા જાનપદ એટલે જન પદમાં થએલા કાળ પ્રષ્ટ વિગેરે અથવા રાજા વિગેરેને વધ કરવા તૈયાર થાય છે, અથવા લેકેની નિંદા માટે કૃત્ય કરે છે, એટલે આ ચાર છે એમ બીજાની ચુગલી કરે છે, અથવા પારકાનાં છિદ્ર ઉઘાડે છે, અથવા મગધ વિગેરે દેશ જીતવા ચત્ન કરે છે (મૂળ સૂત્રમાં ક્રિયાપદ નથી લીધું તે લેવું).
આ પ્રમાણે લોભીઆ મનુષ્ય વધુ વિગેરે ક્રિયા કરે છે કે બીજું પણ કરે છે તે બતાવે છે.
आसे वित्ता एतं (वं) अटुं इच्चे वेगे समुट्टिया,