________________
(૧૨૦). સમ્યગ્દર્શન મેળવીને કહેલું કાર્ય ન કરવાથી દેષ લાગે; માટે, તેને ગોપવે નહિ. તે પ્રમાણે સંસર્ગ વિગેરે નિમિ.
થી મિક્યાત્વ દુર કરીને પણ જીવના સામર્થ્ય ગુણેને છોડે નહિ. (યથાશક્તિ સંયમ પાળે; પણ, પ્રમાદ ન કરે) અથવા શિવમતના કે, બૈદ્ધમતનાં વૃતે ગ્રહણ કરીને વ્રતેશ્વરયાગ વિગેરે છેને વિધિએ ગુરૂ પાસે પૂર્વે તે સ્થાપન કરીને દીક્ષા મૂકીદે નહિ. તે જ પ્રમાણે ગુરૂ વિગેરે પાસે સમ્યવિ લઈને પાછું તજે નહિ આ પ્રશ્ન–શું કરીને?
ઉ–જે ધર્મ છે, તે શ્રતચારિત્રરૂપ-ધર્મ સમજીને અથવા, વસ્તુઓને સ્વભાવ સમજીને તેના ઉપર વિશ્વાસ રાખે તથા તે ધર્મ જાણીને બીજું શું કરે ? તે કહે છે–દેખેલા સુંદર અને ખરાબ એવાં રૂપિવડે નિર્વેદ પામે; (વૈરાગ્ય મેળવે.) તે આ પ્રમાણે –
સાંભળેલા શબ્દો, ચાખેલા રસ, સુંઘેલા ગધે, ફરશેલા શુભ અને અશુભ સ્પર્શે વડે, શગદ્વેષ થાય; તે ન કરતાં મધ્યસ્થ રહે, અને વિચારે કે, એમાં રાગદ્વેષ શું કરે? વળી પ્રાણ સમૂહની અન્વેષણ જે ઈષ્ટ વસ્તુઓને લેવાની અને અનિષ્ટ વસ્તુને ત્યાગવાની જે બુદ્ધિ છે, તે રાગદ્વેષ સાધુ ન કરે, જેને આવી સામાન્ય લેક જેવી એષણા નથી તેને બીજી પણ કુબુદ્ધિ નથી, તે બતાવે છે.