________________
(૪૪) રીનું કામ છે વિગેરે સમજી લેવું, જે આવી રીતે સંસારી મનુ પાપ કરનારા છે. તે સાધુએ શું કરવું, તે આચાર્ય કહે છે.
કે જે મનુષ્ય શિકારી વિગેરે હોય, અથવા વિષય કષાયમાં રક્ત હોય, તે તેવા બાલાજીવ સાથે હાસ્યાદિ તથા સંગ ન કર જે પાપીને સંગ કરે તે માટે માંહે લડાઈ થતાં વર વધે છે, અને પરસ્પર વેર લેવાને પ્રસંગ આવે છે. જેમકે ગુણસેન રાજાએ જુદી જુદી રીતે કરેલા ‘હાસ્યના કારણે અગ્નિશમાં બ્રાહાણ સાથે વિર વધીને નવ ભવ સુધી ચાલ્યું, (સમરાદિત્ય ચરિત્રમાં તેની કથા છે કે અગ્નિશમાં બ્રાહ્મણ કુરૂપ જોઈ રાજકુમાર ગુણસેને તેની હાંસી કરી. તેથી બ્રાહ્મણે કંટાળી તાપસ બની તપ કરી વિખ્યાત થયે. અનુક્રમે ગુણસેન રાજા બની તે તાપસ પાસે આ પૂર્વની વાત સાંભળી રાજાએ ક્ષમા ચાહી પારણામાં જમવાનું આમંત્રણ કર્યું. ત્રણ વાર આમંત્રણ વખતે રાજા ભૂલી ગયે. અને તાપસ પાછો ગયે. તેથી તાપસને આ દરેક વખતે હાંસી લાગી, અને વૈર લેવાનું નિયાણું કર્યું. ગુણસેન તે સમરાદિત્ય થયે. અને નવ ભવ સુધી તેની સાથે તાપસનું વેર રહ્યું, માટે હાંસી ન કરવી, તેમ હાંસી કરનારને સંગ પણ ન કર) એજ પ્રમાણે વિષય સંગ વિગેરેમાં પણ દુખ અને વર વધવાનું જાણી