________________
(૪૭)
*
मोहणिजस्स उदएणं मिच्छतं नियच्छइ मिच्छत्तेणं उदिपणेणं एवं खलु जीवे अढकम्म पगडीओ बंधई " હે ભગવાન! જી કેવી રીતે આઠ કર્મ બાંધે છે? હે ગતમ! જ્ઞાનાવરણીયના ઊદયથી દર્શનાવરણીય કર્મ બાંધે છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મેહનીય કર્મ બાંધે છે, અને મિથ્યાત્વના ઊદયથી આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે, તેવી રીતે ક્ષય પણ, મોહનીયકર્મના ક્ષય સાથેજ ક્ષય થાય છે. કહ્યું છે કે – नायगंमि हते संते, जहा सेणा विणस्सई। एवं कम्मा विणस्तंति, मोहणिजे खयं गए ॥१॥ ..
નાયક હણવાથી જેમ; સેના નાશ પામે છે, તેવી રીતે મેહનીયકર્મને ક્ષય થવાથી બીજા સાત કર્મો નાશ થાય છે.
જો કે : અથવા મૂળ તે અસંયમ અથવા કર્મ છે, અને અ તે સંયમ તપસા અથવા મેક્ષ છે, તે મૂળના અગ્રમાં અક્ષોભ્ય (અચળ) ધીર તું થ; અથવા બુદ્ધિ એ શેભાયમાન એવા શિષ્યને ગુરૂ કહે છેઃ–હે ધીર! વિવેકથી અસંયમને દુઃખનું કારણ તથા, સંયમને સુખનું કારણ પણે માન, તથા, તપ અને સંયમવડે રાગ વિગેરેનાં બંધન અથવા તેનાં કાર્ય જે કર્મ છે, તેને છેદીને કર્મરહિત તું અને એટલે તું પિતાના આત્માને કરહિત અનાથ,