________________
ઇતિહાસ પહેલાંને ઈતિહાસ ઉપાડવા માંડ્યા છે. અને ફેંકવા માંડ્યા છે. એણે અણીદાર પથ્થર વડે જમીનમાંથી કંદમૂળ ખેદી કાઢવા માંડ્યાં છે. લાકડીઓ, પથ્થરાઓ અને શિકાર કરેલાં, પ્રાણુઓનાં હાડકાંઓનાં સાધવાળો માણસ હવે અંદર અંદરના વ્યવહારમાં ઈશારાઓ અને બૂમરાણ કરીને પિતપતાની બૂમોમાંથી થેડાક શબ્દો પણ પામી ચૂક્યો છે. પાંચ પચીસ જેટલા શબ્દો એની સાધન સામગ્રીમાં સૌથી કિંમતી દેલત બની ગયા છે. શબ્દથી, પોતાને શું થાય છે તે ઉપરાંત, પિતે અને બીજાએ શું કરવું તે એણે બોલવા માંડ્યું છે. યુગપલટે લાવનારી અગ્નિની શેધવાળે પત્થરયુગ
પ્રાથમિક માનવે જંગલના જીવનમાં દૂરથી અગ્નિને દેખ્યો હતો. અને માન્યું હતું કે આ અગ્નિ નામનું પ્રાણુ બીજા પ્રાણીઓની જેમ તેની સાથે યુદ્ધ કરવા પોતાની તરફ ધસી નહોતું આવતું. એટલે આસ્તે આસ્તે બીક છોડીને સંઘમાનવે, એની પાસે પહોંચવા માંડ્યું. કોઈ બહાદુરે એક છેડા પર સળગતી એક ડાળને પણ ઉપાડી લીધી અને આમતેમ ફેરવવા માંડી અને આ અગ્નિને શી ટેવ હોય છે - તે તેણે આસ્તે આસ્તે સમજવા પણ માંડ્યું. થોડુંક દાઝયા પછી અગ્નિની અમુક રીતભાતને સમજી ચૂકેલે આ માનવવિરાટ પછી તે એના ગુફાઘરમાં અંધકારની નિરાશાને અને ઠંડીની યાતનાને દૂર કરતો અગ્નિની આસપાસ ટોળે વળીને બેઠા અને અગ્નિને એણે પોતાના ઘરબારમાં અખંડ જીતે રાખવા માંડયો છે. ધાતુઓનાં નામવાળા ઇતિહાસના યુ.
ગુફાઘરમાં રહેતા માનવીની એ અતિ પ્રાચીન સમયની અજબ જેવી શોધ થઈ ચૂકી. ઘસારામાંથી અગ્નિને ઉપજાવવાની રીત પણ એને આવડી ગઈ હતી. અગ્નિની સાક્ષીમાં પથ્થરનાં રૂપ એણે પારખવા માંડ્યાં હતાં. કેટલાક પથ્થરને અગ્નિમાં નાંખવાથી તેના ઉપરથી કંઈ પીગળી જતું તેણે દેખ્યું, અને પથ્થર પરથી પીગળતાં, સળગતાં, ટીપાંને દેખવા માટે, દેડતાં આવી પહોંચતા એણે સહોદરેકને ચીસ પાડી. આ ટીપાંઓમાંથી એણે ત્રાંબુ બનાવ્યું.