________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા માનવીએ કુદરત પર પિતાને સંસ્કારી અને વૈજ્ઞાનિક કાબૂ સાબિત કર્યા કર્યો છે તે છે. આ સાબિતી યુગેયુગે પલટાતા, કુદરત અને મનુષ્યના ઉત્તરોત્તર ચઢિયાતા રૂપમાં આપણે પામી ચૂક્યાં છીએ.
વિરાટમાને કઈ રીતે એના નગ્ન હાથને સાધનથી શણગાર્યા, એના નગ્ન પગને, અદ્ભૂત એવી તાકાતથી મઢી લીધા, એની નગ્ન ચામડીને સુરમ્ય એવાં વસ્ત્રોથી વિભૂષિત બનાવી તથા, એની નગ્ન આંખ અને નગ્ન કાનને, સેંકડો અને હજાર એજનના અંતરાયોને રદ કરીને દેખતાં અને સાંભળતાં બનાવ્યાં તથા, કેવી રીતે એણે પિતાના આખા જગતને યુગે યુગે સ્થપાતા, વિશ્વસંસ્કૃતિના સીમા સ્થંભો વડે મઢી દીધું ? આ સવાલનો એક જ જવાબ વિશ્વઈતિહાસની કથા અથવા માનવવિરાટની આત્મકથા છે. એ આત્મકથાનું પહેલું પ્રકરણ
ધારે કે વિરાટમાનવે પિતાની આત્મકથી શરૂ કરી. આ વિરાટમાનવ અસંખ્ય વર્ષો ઉપર જે જગત રૂપમાં ઉમે છે તેનું સ્વરૂપ જંગલે, સમુદ્રો, અને વેરાનનું વિક્રાળ રૂપ છે. આ જગતનાં જંગલઘરમાં આ માનવ વિરાટને ઉભેલે દે. આ જંગલ ઘરને બારણે બારણે અંદર આવવાની મનાઈ કરતો હોય એ જાણે ચિત્કાર ઊઠે છે. આ જંગલઘરના સેંકડો માઈલ પર અનેક પશુઓ અને પ્રાણુઓ વસે છે. આ જંગલ ઘરને અમેરિકાનું કાયક્રેપર કહીએ તે પણ ચાલે. આ જંગલ ઘરને ઘણા બધા માળ પણ છે. આ જંગલ ઘરમાંથી અનેક પ્રાણીઓની ચિચઆરી જેવો અવાજ આવ્યા જ કરે છે. એમાં ઉપલા માળમાં ઉરાંગઉટાંગ નામનાં પ્રાણીઓ વસે છે અને તેઓ ડાળીઓના કૂલે પર થઈને દોડધામ કરે છે. આ પ્રાણીઓમાં ચીપન્ઝી અને ગેરીલાઓને વસવાટ પણ છે.
આ પ્રાણીઓ મારી અને તમારી જ જાતનાં પ્રાણીઓ છે. જંગલ આ પ્રાણીઓને કિલ્લે છે અને આ કિલ્લાના કોઠારેમાં ફળફૂલેના ઢગલા કુદરત સાચવી રાખતી હોય છે. આ જંગલ જગતે માનવીને પગને પોતાની જાત સાથે સાંકળથી બાંધી રાખે છે. પણ જુઓ, અનેક યુગની ગડમથલ પછી તે સાંકળ એણે તેડી નાંખી છે. અને માનવીની અદાથી તેણે ઝાડ પરથી જમીન પર ઉતરવા માંડયું છે. અને રાતવાસ કરવા માટે જ ઝાડ પર જવા માંડ્યું છે. પછી ધીમે ધીમે એણે ટોળાબંધ બનીને ભેખડોની ગુફાઘરમાં રહેવા માંડયું છે. આ સમય ઈ. સ. પૂર્વે દસ લાખ વર્ષ પર કહી શકાય.
પાછા યુગે વહી જાય છે અને આ માનવવિરાટના હાથમાં સાંગ જેવી મોટી લાકડી માલમ પડે છે. હવે એણે પથ્થર સાથે સક્રિય બનીને તેને પણ