________________
૨૭
રૂપ શિવશ્રીજી સાથ્વી ગણાયા. અને તે ઉપરાંત કેટલાએક જીને ધર્મમાં જોડાવાના નિમિત્તરૂપ બન્યા.
સં. ૧૯૨૬નું પહેલું ચાતુર્માસ પાટણમાં જ પૂરું થયા પછી સં. ૧૯૨૭ માં શ્રી રવિસાગરજી મહારાજે ગદ્વહન કરાવીને શિવશ્રીજી મહારાજને વડી દીક્ષા પણ પાટણમાં જ આપી. વડી દીક્ષા થયા પછી સાધ્વીના આચાર-વિચારનું ઉત્તમ રીતે પાલન કરતા, ભણવા-ગણવાને ઉદ્યમ કરતા, તપસ્વાધ્યાયનું આચરણ કરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક થી વર-જંગમ તીર્થની યાત્રા કરતા તથા ઘણા છાને ધર્મસાગમાં જોડતા વીસ-પચીસ વર્ષો વીતી ગયાં. તેટલા કાળમાં 'એના તપ-તેજાદિ ગુણોથી આકર્ષાઈને સંસારના બંધનમાંથી છૂટવાની અભિલાષાવાળી કેટલીએક શ્રાવિકાઓએ એમની પાસે સંયમને સ્વીકાર કર્યો હોવાથી એમના શિષ્ય-પ્રશિધ્યારૂપ પરિવારમાં પણ ઘણે વધારો થઈ ગયે હતે.
શ્રીમતી શિવશ્રીજી મહારાજની પાસે ઝીંઝુવાડાની એક બહેને દીક્ષા લીધી તેનું નામ સૈભાગ્યશ્રીજી પાડયું હતું. તેઓ તેમની પહેલી શિષ્યા થયા. ત્યારપછી રાધનપુરનિવાસી અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી રુક્ષમણબહેન અને ચંપાબહેનને શિવશ્રીજી મહારાજના તપતેજ અને ગાંભીર્ય જોઈને તથા તેમને ઉપદેશ સાંભળીને આ સંસાર એક ભયંકર કારાવાસ સમાન ભાસવા લાગ્યો અને કયારે એ કારાવાસમાંથી છૂટીએ એવી ભાવના રહેવા લાગી.
ઉપર જણાવેલા રુક્ષ્મણીબહેન તથા ચંપાબહેનને સાથે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com