________________
અનુમતિ આપી ! ધન્ય છે આવા પવિત્ર આત્માઓને !! ધન્ય છે પિતા તરીકેની ફરજ અદા કરનાર આવા પુણ્યવંત પિતાશ્રીઓને!!
સાગરગચ્છમાં ક્રિયાપાત્ર તરીકે પ્રસિદ્ધ થઈ ગયેલા પં. શ્રી નેમસાગરજી મહારાજના સમુદાયના આભૂષણરૂપ, ક્રિયાપાત્ર, શાંત, ગંભીર અને વિદ્વાન શ્રી રવિસાગરજી મહારાજ તે વખતે વિદ્યમાન હતા. તેમની આજ્ઞામાં રહેનાર સાધ્વીજી શ્રીમતી જડાવશ્રીજી તથા તેમની શિષ્યા શ્રીમતી જયશ્રીજી હતા. તે બને સાધ્વીજીએ રામાનુગ્રામ વિહાર કરીને શ્રાવિકાઓના આચાર-વિચારમાં સુધારો કરવાને ઉપદેશ આપીને તથા તેઓને ધાર્મિક ક્રિયાકાંડમાં અને ભણવા-ગણવામાં જોડીને ઘણે ઉપકાર કરી રહ્યા હતા. તેઓનું પાટણમાં પધારવું થયું અને શાંતમૂર્તિ પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ પણ પાટણ શહેરમાં પધાર્યા.
સં. ૧૯૨૬ના જેઠ વદી ૧૦ ને દિવસે પૂજ્ય શ્રી રવિસાગરજી મહારાજ સાહેબના વરદ હસ્તે શિવકુંવર હેને પાટણમાં દીક્ષા ગ્રહણ કરી. તે વખતે દીક્ષિત અવસ્થાનું નામ પાડવામાં પણ પહેલાંની માફક કેમ જાણે કુદરતે જ સંકેત કર્યો હોય તેમ ગુરુમહારાજે પણ નામ પાડવામાં શિવ શબ્દને આશ્રય લઈને શ્રીમતી જયશ્રીજીની શિષ્યા તરીકે વાસક્ષેપ નાખી શિવશ્રીજી નામ પાડયું. ૧૬ વર્ષની કુમારિકા અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી ૧૮ વર્ષની ભરયોવન અવસ્થામાં દીક્ષા અંગીકાર કરી સાધ્વી સમાજમાં એક આદર્શ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com