________________
પોપટલાલ શેઠને જાતિસ્વભાવ
તેઓશ્રીમાં સ્પષ્ટવક્તાને ખાસ ગુણ છે, જેવું હોય તેવું મોઢેજ કહી નાખે છે. એમનું કથન કેઇને કેાઈવાર કડવું પણ લાગે તેવું હોય છે ખરું, પરંતુ પરિણામ તરફ જોતાં હિતકર અને મીઠું નીવડે છે. એમને જાતિસ્વભાવ તદન વિલક્ષણ છે. પ્રકૃતિ પ્રાયઃ સરળ છે અને પ્રસંગે શાંત અને રમુજ પણ છે. સમકક્ષાના સાધર્મિક બંધુઓની સાથે તેઓ ઘણીજ રમુજ સાથે વાર્તાલાપમાં રસ આપી અને લઈ શકે છે. એમના કથનમાં ઘણું ઘણું જાણવાનું, આદરવાનું અને ચેતવાનું હોય છે. એમની સલાહ હમેશાં નિખાલસ દિલની અને ધર્મમાર્ગમાં સદાય પ્રેરતી હોય છે.
એકંદર એમનું જીવન ઘણુંજ આદરણય અને બેધક છે. દેવગુરુની ભકિત અને ધર્મશ્રદ્ધા પ્રશંસનીય છે. ઉદારતા અનુકરણીય છે.
Shree Sudharmaswami Gyanbhandarkimararágyainbhandar.com