Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
- 27
વૃદ્ધાવસ્થા કહી શકાય, એક જીવનમાં શરીર અને આત્મા એ જ હોવા છતાં તેની ભિન્ન ભિન્ન અવસ્થામાં જીવન વ્યવહારો અને કર્તવ્યો બદલાય છે, તેમ અહીં પણ એક જ સાધકની અવસ્થાને અનુરૂપ તે તે ધર્મના પાલન રૂપે જીવન વ્યવહારો અને કર્તવ્યો બદલાય છે. તે સર્વ કર્તવ્યોનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આ ભિન્ન ભિન્ન અવસ્થાના જીવનવ્યવહારો અને કર્તવ્યો ઉત્તર ઉત્તર ધર્મની સાધના માટેની યોગ્યતા પ્રગટ કરે છે અને એ વિશિષ્ટ યોગ્યતા ઉત્તર કર્તવ્યોનું કારણ બને છે. એણ પરસ્પર ધર્મના પ્રકારોનો કાર્ય-કારણ રૂપે સંબંધ છે.
ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મનો સંબંધ - સાધુધર્મની અપેક્ષાએ ગૃહસ્વધર્મની મહત્તા ઘણી ઓછી છે. સાધુધર્મના પ્રગટીકરણ વિના પૂર્વે કહી તેવી વિશુદ્ધપરિપૂર્ણ જીવન કળા પ્રાપ્ત થતી નથી અને જન્મ મરણનો અંત આવતો નથી, તો પણ એ ધર્મના પ્રગટીકરણમાં ઉપાયભૂત ગૃહસ્વધર્મની આવશ્યકતા લેશ પણ ઓછી નથી. જૈનદર્શનમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ નથી, પણ ગૃહસ્થ ધર્મનું મહત્વ ઘણું છે. માટે જ પૂર્વષિઓએ શાસ્ત્રોમાં ગૃહસ્વધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ખૂદ તીર્થંકરદેવોએ પણ એ ધર્મને પામેલા શ્રાવક અને શ્રાવિકા વર્ગને ચતુવિધ શ્રીસંઘનાં બે અંગો તરીકે સ્વીકાર્યો છે.
સાકર ભલે મોંઘી અને સ્વાદિષ્ટ હોય પણ લૂણનું કામ કરી શકે નહિ, દૂધ, દહીં, કે ઘી વગેરે ગમે તેટલાં શ્રેષ્ઠ કે પૌષ્ટિક હોય પણ તે પાણીનું કામ કરી શકે નહિ અને પાઘડી ગમે તેટલી કિંમતી હોય પણ તે લજ્જા ઢાંકવાનું કામ કરી શકે નહિ. એમ લૂણ, પાણી કે અધોવસ્ત્રાદિનું મૂલ્ય ઓછું છતાં આવશ્યક્તાની અપેક્ષાએ તેનું મહત્ત્વ જરા પણ ઓછું નથી. ઉલટું ઘણાઓના જીવનના સાધનભૂત હોવાની અપેક્ષાએ તે દરેકની મહત્તા અધિક છે. તેમ ગૃહસ્વધર્મ હલકો-સરળ છતાં તેની ઉપાદેયતા જરા પણ ઓછી નથી. ઉલ્યું તેના આરાધકની સંખ્યાની અપેક્ષાએ તેનું મહત્વ વધી જાય છે. સાધુ જીવનની યોગ્યતા પ્રગટાવવા માટે આવશ્યક હોવાથી ગ્રંથકારે પ્રથમ તેનું વર્ણન કર્યું છે અને તે ગૃહસ્વધર્મનું આરાધન કરીને યોગ્ય બનેલા આત્માને સાધુધર્મ માટે યોગ્ય જણાવ્યો છે. ઉપરાંત કોઈ આત્મા પૂર્વજન્મમાં કરેલી આરાધનાદિના યોગે તથાવિધ કર્મની લઘુતા થવાથી આ જન્મમાં સરળ પરિણામી અને ધર્મના રાગવાળો હોય તો તેને ગૃહસ્થ ધર્મની આરાધના વિના પણ સાધુધર્મ સ્વીકારવા માટે યોગ્ય માવ્યો છે. એમ સાધુધર્મની યોગ્યતા પ્રગટ કરવામાં