________________
૩૮.
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (શ્રોતા–પરિપાટી શબ્દ શા માટે આવ્યો?) કહા ને છેને ક્રમ એક પછી એક જીવ અજીવ આસ્રવ ને બંધ ને મોક્ષ એમ પ્રકાર પડયાને? એમ પરિપાટી આ એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ નથી બોલતા આમ આંક આંક પરિપાટી. એમ આ નવ આંક આવ્યા ને? જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ પરિપાટી છે. આહાહા! આ માર્ગ તે માર્ગ. આહાહા ! આચાર્ય પ્રભુ એમ કહેતે હૈ. આ તો અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. એમ કુંદકુંદાચાર્ય એમ સંતો બધા સંતોની, કે નવના વિકલ્પો હજી સમ્યગ્દર્શન હુવા, ચારિત્ર હુવા, છતાં હજી વિકલ્પ જે ઉઠતે હૈ ભક્તિકા, મહાવ્રતકા આદિ વિકલ્પ ઉઠતે હૈ, સમજમેં આયા? તો એ ભેદકો છોડકર, આહાહાહા... હમકો તો એકીલા આત્મા મોક્ષકી પર્યાયવાળા, કેવળજ્ઞાનકી પર્યાયવાળા આત્મા અમને પ્રગટ હો.
(શ્રોતા – આમાં અંદર ચારિત્ર આવી ગયું.) ચારિત્ર તો અંદર પહેલા આ ગયા હૈ, પણ આ તો ચારિત્રની પૂર્ણતા કેવળજ્ઞાનની પૂર્ણતા એ પર્યાય આત્માકી એ અમને હો. આહાહાહા ! અરેરે! એણે અનંતકાળ થયા. જૈનના નામે આયા, અગિયાર અંગેય ભણ્યો શાસ્ત્ર, પણ એમાં શું થયું? ભણ્યો ખરો પણ ગણ્યો નહીં. ઓલામાં આવે છે ને? “વાંચે પણ કરે નહીં વિચાર” એ અમારે આવતું. દલપતરામ કવિ હતા મોટા. અમારી નિશાળ વખતે સીત્તેર પંચોતેર વર્ષ પહેલાંની વાત છે. દલપતરામ કવિ હતા મોટા ક. દ. ડા, ક. દ. ડા. એટલે કવિ દલપતરામ ડાયાભાઈ એના ત્રણ નામ હતા. ક. દ. ડા. કવિ દલપતરામ પોણોસો વર્ષ પહેલાંની વાત છે, અમારી પરીક્ષા જ્યારે લેતા. અહીં તો પરીક્ષામાં અમને તો એ વખતે કાંઈ લાગતું નહોતું. જે જે પરીક્ષા આપીએ એમાં પરીક્ષામાં પાસ પહેલે નંબરે. કારણ કે એ તો સાધારણ ભણતર. એ તો અંદર... આહાહા ! પણ એ દલપતરામ એમ કહેતા કે “વાંચે પણ નહીં કરે વિચાર એ સમજે નહીં સઘળો સાર.” વાંચે પણ એનો વિચાર કરે નહીં કે આ શું છે, આ ભાવ શું? આ વસ્તુ શું? આ સ્થિતિ શું? આહાહા ! અને એક શબ્દ આવતો તો એ વખતે “પ્રભુતા પ્રભુ તારી તો ખરી.” (શ્રોતા- ક્યારે) ક્યારે? “પ્રભુતા પ્રભુ તારી તો ખરી, મુજરો, મુજરો, મુજરો મુજ રોગ લે હરી” આ તો પોણોસો વર્ષ પહેલાંની વાત. તેર વર્ષની ઉંમર હતી ને. આહાહા ! કવિ હોંશિયાર હતા બહુ કવિ હોંશિયાર હતા. આપણે એને જોયેલ નહીં. એના ભાઈને જોયેલ. એના દીકરા હતા ને સાંઈઠ વર્ષનું ઉજવ્યું હતું ને અહીં? અહીં ગુરુકુળમાં ઉજવ્યું હતું સાંઈઠ વર્ષનું, કવિ નાનાલાલ એના એક મોટા ભાઈ હતા વઢવાણમાં એ વ્યાખ્યાનમાં આવતા, દલપતરામ.(ના)
જ્યાં જ્યાં જાઈએ ત્યાં મોટા મોટા માણસો સાંભળવા આવે ખરા, (તેને) બેસે ન બેસે તે જુદી વાત. એક બીજા છે ત્યાં વઢવાણમાં નાનાલાલથી બીજા, નહીં ? એ આમ કહેતા'તા “પ્રભુતા' આત્મામાં પ્રભુ નામનો એક ગુણ છે. આ ભાઈ એને ખબર નથી. આત્મામાં ઈશ્વરપણા નામની શક્તિ ગુણ છે. હેં ને? ૪૭ શક્તિ. જીવતર, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુ, સાતમો ગુણ હૈ. ૪૭ કા વર્ણન હૈ. આ સાતમો તો પ્રભુ ઈશ્વર તેરા ગુણ હૈ. અંદર તો પ્રભુતા પ્રભુપણું તેરી તો ખરી. “મુજરો મુજ રોગ લે હરી. અજ્ઞાનના રોગનો નાશ કરી દે અને તેરી પ્રભુતા પ્રગટ કરે તો તેરી પ્રભુતા ખરી. આહાહા ! એને તો બીજી વાત હતી ઈશ્વરની વાતુંને. ઈશ્વર કર્તા ને આમ હું તો આમ(અર્થ) કરી નાખતો. સમજાણું છે કાંઈ ? આહાહા ! એ