________________
ધર્મભાવના.
પારણામ નહિ તે બીજું શું છે ? વધારે ખુબી તે એ છે કે તેમ છતાં પણ તેઓ પોતાને જેન સમાજના નેતાઆગેવાન કહેવરાવે છે, અને જેન સમાજ તેઓની લક્ષ્મી પર મુગ્ધ બની આગેવાન માની મંદિરની મિલ્કતના ટ્રસ્ટીઓ બનાવવાને પણ તૈયાર રહે છે. અસ્તુ, ગમે તેમ, પરંતુ આવા ધનાઢામાં પણ ધર્મભાવના દિવસે દિવસે કમ થતી રહી છે અને તેનું જ પરિણામ છે કે અત્યારે કેટલાકમાં તે જેનત્વ સરખું પણ શોધ્યું જડે તેમ નથી. આ સ્થિતિ સુધારવા માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ધનાલ્યોનું તો થયું તે થયું, પરંતુ તેઓએ પોતાની સંતતિ ધર્મભાવનાથી રહિત ન બને, તેને માટે ચીવટ રાખવાની જરૂર છે. તેઓને એવા સંસ્કારમાં ઉછેરવાની જરૂર છે કે જેથી એઓના ધર્મસંસ્કાર કાયમ રહે, અને ઉત્તરોત્તર ઉન્નત થાય.
મને લાગે છે કે-જેમ આજના યુવકે પોતાની કેળવર્ણને પીસ્તાલીસે આગમ અને ચારે વેદ માનીને તેના ઘેનમાં મસ્ત રહી ધર્મકર્મથી દૂર રહે છે, તેવી જ રીતે આ ગૃહસ્થો-ધનાલ્યો પણ પિતાની લક્ષમીના મદમાં કદાચ. એમ સમજતા હશે કે-“હવે અમારે શું બાકી છે કે જેથી અમારે ધર્મભાવના રાખવી–ધર્મક્રિયાઓ કરવી. અમને તો બધું પ્રાપ્ત થયું છે. એને ભોગવવું એજ અમારૂં કર્તવ્ય છે”. પરન્તુ તેઓ ભૂલી જાય છે કે–પુણ્યની પૂર્ણાહાતમાં આજને લક્ષાધિપતિ–કેટયાધીશ કે અન્જાધિપતિ કાલને ભિખારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com