________________
સમય ને ઓળખો. સમજતા થાય, એવા પ્રયત્ન તો ખાસ કરીને કરવા જ જોઈએ. જે યુવકે ઉપર આપણે આપણું સમાજની ભવિષ્યની ઉન્નતિનો આધાર રાખીએ છીએ, તેજ યુવકે જ્યાં સુધી અભ્યાસ કરે હોય–કેળવણી લેવી હોય ત્યાં સુધી સમાજની સાથે સંબંધ રાખે, અને કદાચ તેથી વધારે રાખે તો-જ્યાં સુધી તેમને પિતાના ધંધામાં પગ પસારે હાય ત્યાં સુધી રાખે, અને તે પછી દેવ, ગુરૂ, ધર્મ, કે સમાજ, ઉપકારી કે અનુપકારી કેઈને પણ ન છોડે, એ ખરેખર કમનસીબી જ કહી શકાય. એવી સ્થિતિમાં તેઓ ન આવે, સમાજનો ખરચેલે પૈસો બરબાદ ન જાય, એને માટે અભ્યાસની અવસ્થામાંથી જ તેમની ધર્મભાવનાઓ મજબુત રહેવધતી રહે, એવા પ્રયત્ન કરવાની જરૂર છે.
એક તરફ જેમ આપણુ યુવકોમાં આવી રીતે ધર્મભાવના શુષ્ક થતી જાય છે, તેવી રીતે બીજી તરફથી આપણા મોટા ધનાઢયોના ઘરમાં પણ ધર્મભાવનામાં સુક્તા વધતી જ જાય છે. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં શહેરથી ૫–૨૫ કે ૫૦ માઈલ દૂર બંગલામાં રહેનારા શેઠીઆઓ વર્ષમાં એક દિવસ પણ ભાગ્યે જ ગુરૂઓ પાસે જતા જેવાતા હોય છે. અને અધુરામાં પુરૂં એઓને જે પાWવતી મનુષ્ય લોફર મળેલા હોય છે, તો તે તેઓની ધર્મભાવના તે દૂર રહી, પરંતુ તેથી આગળ વધીને તેઓમાંના કેટલાક તે ભક્ષ્યાભઢ્યને કે પેયાપેયને પણ વિચાર દૂર મૂકી દે છે. આવા અનેક શેઠીયાઓનાં નામ સાંભળવામાં આવે છે. સમાજની કમનસીબીનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com