________________
ધર્મભાવના.
કર્તવ્ય રહેલું છે, એ સમજે, એવાં સાધને મેળવી આપવામાં આવે તે મને લાગે છે કે–આજના તે યુવકોમાં “એમાં શું ?” એવા વિચારે ઉત્પન્ન થઈને, એ વિચારેના આધારથી જે શુષ્કતા આવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે ધાર્મિક ભાવનાથી અધ:પતન થાય છે, એવું અધ:પતન થવાને પ્રસંગ તે નજ આવે. બડગો દ્વારા આપણા યુવકને કેળવણી અપાવવાનો હેતુ શો છે? એજ કે–તેઓ એક સાથે રહે, એક સાથે ખાય પીએ અને તેઓની કેળવણુની સાથે એમની ધર્મભાવના કાયમ રહે, એવા ઉપાયે લઈ શકાય અને તેને માટેજ સમાજ હજારે કે લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. પરતુ આટલું ખર્ચ કરવા છતાં પણ, અને આટલા પ્રયત્ન લેવા છતાં પણ, જે આપણા યુવકો ધર્મથી વિમુખ જ થતા રહે–ઉચ્ચ કેળવણીના ઘેનમાં દેવ-ગુરૂ-ધર્મપિતા–દેશ પ્રત્યેની પિતાની ફરજોને ભુલી જ જાય, બલ્ક આપણે ઘણી વખત લેક દ્વારા સાંભળીએ છીએ તેમ, તેઓ પરમાત્માની મૂર્તિએને એક પ્રકારનાં રમકડાં અને ગુરૂઓને પણ કંઈ ચીજજ ન સમજે, તો પછી સમાજના એ પ્રયત્નની સાર્થક્તા શી? અને તેટલા જ માટે મારે તો એ નમ્ર મત છે કે ઉચ્ચ કેળવણી આપવી જરૂરની છે, અત્યારે રાજદ્વારી વિષમાં પણ ભાગ લેવાવાળા તૈયાર કરવાની જરૂર છે, અને તે સમય પ્રમાણે ઉચ્ચ કેળવણું લેશે તેજ થશે, તે બધી વાત સાચી; પરન્તુ તેઓની ધર્મભાવના નષ્ટ ન થાય, અને તેઓ દેશ-સમાજધર્મ–માતા-પિતા અને દેવ ગુરૂ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com