________________
ધર્મભાવના.
એક આગતુક મનુષ્યને હાથ જોડવા, પ્રણામ કરવા, એ તો ધર્મભાવનાનું તો શું, પરંતુ એક વ્યવહારનું જ પ્રથમ પગથયું છે, એને પણ અભાવ એએમાં મોટે ભાગે જોવાય છે. જવા દે તે સામાન્ય ગૃહસ્થની વાત. સાધુઓ-મુનિરાજે પણ જે કોઈ એવી સંસ્થામાં પ્રવેશ કરી જાય છે, તે તેઓને પણ હાથ જોડવા સર વિનય નહિ બતાવવાવાળી સંસ્થા મેં જોઈ છે અને તે જૈન સંસ્થા.
આવી સંસ્થાઓ જેવાના પ્રસંગે પ્રાપ્ત થવા વખતે મને આર્યસમાજનાં ગુરૂકુળ કે આપણી પ્રાચીન પદ્ધતિથી ચાલતી શાળાઓ યાદ આવે છે. આર્ય સમાજના ગુરૂકુળમાં કઈ સાધુ તો શું, એક સામાન્યમાં સામાન્ય ગૃહસ્થ જ એના કમ્પાઉન્ડમાં કેમ ન પ્રવેશ કરે, હામે મળતો બાળક કે યુવક, સુપ્રીન્ટેન્ડેન્ટ કે પ્રીન્સીપલ–કઈ પણ હશે, અવશ્ય, આગન્તુકને દેખતાની સાથે કહેશે “નમસ્તે”. પહેલે. નમસ્તે શબ્દ તો તેમને ખરે જ, તે પછી “શા માટે પધારવું થયું છે.”? “સંસ્થાનું નિરીક્ષણ કરશે”? વિગેરે પૂછી લઈ તે કાર્યમાં તેઓ પ્રવૃત્ત થશે.
સ્વાભાવિક રીતે આપણે અંતરાત્મા એમજ કહે છે કે કેળવણીને દરજો જેમ જેમ વધતું જાય, તેમ તેમ પિતાની કર્તવ્યદિશાનું ભાન વધારે થવું જોઈએ. હું કેણ છું? કઈ હદે આવ્યો છું? મારા માતા પિતા પ્રત્યે મારૂ શું કર્તવ્ય છે? દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે મારે કે વર્તાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com