________________
રાત્રે રસેઈ કરવાથી, ખાવાથી ઘણા ભૂખ્યા તરસ્યા જતુઓ અગ્નિમાં અને ભેજનમાં પડીને પ્રાણ ગુમાવે છે. સડેલી બગડેલી ચી જેમાં તે ઉત્પન્ન થાય છે. અનાજમાં ઉત્પન્ન થાય છે, તેને તડકે નાખે છે, ગરમ કઢાઈમાં નાખી દે છે. લેટ, મેદે અને સાકરની ગૂણામાં ઘણું હાલતા જતુઓ દેખાય છે, છતાં કઈ લેક દયા વગર ખેલતાંની સાથે જ પાણીમાં નાખી દે છે. રેશમના કીડાઓને ઊકળતા પાણીમાં નાખી મારી નાખે છે. આ વિકલત્રને દુખ અપાર છે. - પંચેન્દ્રિયના દુકાને વિચાર કરીએ તે ખબર પડે કે જે પશુ પક્ષીઓના કેઈ પાલક નથી, તેમને રાત દિવસ રાક શોધવામાં જ જાય છે પેટભર્યું ખાવાનું મળતું નથી. તે બિચારા ભૂખ તરસથી, અધિક ગરમી શરદીથી, અધિક વરસાદથી તરફડી તરફડી મરે છે. શિકારી નિર્દયતાથી ગોળી કે તીર મારી મારી નાખે છે. માંસાહારી પકડી કસાઈખાનામાં તરવારથી માથું કાપી નાખે છે. પશુયા કરવાવાળાં ધર્મને નામે બહુ કઠોરતાથી પકડીને મારે છે. જેને લેકે પાળે છે તેની પાસેથી બહુ કામ લે છે, બહુ ભાર ભરે છે. જોઈએ તે પ્રમાણમાં પેટ પૂરતાં ઘાસ-દાણ આપવામાં આવતા નથી; થાકે કે માંદાં પડે તે પણ પરણના મારથી ચલાવે છે. જન્મી કે નકામા થાય ત્યારે જ ગલમાં કે રસ્તામાં છોડી દે છે. તે મુખ, તરસ અને રોગની વેદનાથી દુખી થઈ મરે છે. પાજરામાં પૂરી દે છે, તે સ્વતંત્રતાથી ઊડી પણ નથી શકતાં.
માછલીઓને પકડી જમીન ઉપર છોડી દે છે, તે તરફડી તરફડીને મરે છે. જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે. હાથીઓને હાથીદાંત માટે મારી નાખે છે. બળદ, ગાય, ભેંસોને હાડકાં અને ચામડાં માટે મારી નાખે છે.