________________
વનસ્પતિ કાયિક છને બહુ જ દુઃખ હેય છે. કોઈ ઝાડાને કાપે છે, છોલે છે, પાનાને તેડે છે, ચોળે છે, ફળને કાપે છે, શાકને વધારે છે, બાંકે છે, ઘાસને કાપે છે, પશુઓદ્વારા અને મનુષ્યો દ્વારા આ વનસ્પતિ છને બહુ જ નિર્દયતાથી ઘણું જ દુઃખદેવાય છે. તે બિચારાં પરાધીન હોવાથી સ્પર્શદ્વારા એ ઘર વેદના ભોગવે છે, બહુ દુઃખ પામીને મરે છે. આ પ્રમાણે એકેન્દ્રિય જીવોના દુઃખને વિચાર કરતા રેમ રેમ ખડાં થઈ જાય છે. જેમ કે મનુષ્યની આંખ બધ કરી. મેઢે ડૂચ મારી, હાથ પગ બાંધીને મુગથી મારે, છેલે, બાફે, કુહાડીથી ટુકડા કરે, તે તેથી તે મનુષ્યને જે મહા કષ્ટ થાય છે, તેનું તે વેદન કરે છે, પણ નથી કહી શકતા, નથી બુમ મારી શકો, કે નથી ભાગી શકત. આ પ્રમાણે એકેન્દ્રિય જીવ પિતાના મતિ અને શ્રુત જ્ઞાન અનુસાર જાણીને ઘેર દુખ સહન કરે છે. તે સર્વે તેની પૂર્વે બાંધેલાં અસાતા વેદનીય આદિ પાપ કર્મોનું ફળ છે.
બે ઈન્દ્રિય, ત્રણેદિય અને ચાર ઈન્દ્રિય પ્રાણીઓને વિકલત્રય કહે છે.
આ કીડા, માકેડા, પતંગિયાં, કીડી આદિ, પશુઓ અને મનુબેથી તથા હવા પાણી અગ્નિ આદિથી વેર દુઃખ પ્રાપ્ત કરી મરે છે. મેટા બળવાન જંતુ નાના નિર્બળને પકડી ખાઈ જાય છે. ઘણું જંતુ ભૂખ અને તરસથી, વરસાદની વર્ષથી, અગ્નિના બળવાથી, દીવાની ઝાળથી, નહાવા ધોવાના પાણીથી, સાવરણીથી, ઝાટકવાથી.. કપડા અને શસ્ત્રોથી તરફડી તરફડી મરે છે. પગ નીચે, ગાડી નીચે, ભાર નીચે, ખાટલા, પલંગ, ખુરસી ખસેડવાથી, પથારી પાથરવાથી દભાઈ, ટુકડા થઈ, કચરાઈ પ્રાણુ ખવે છે. નિર્દય મનુષ્ય જાણી બુઝી એમની ઘાત કરે છે. માખીઓના મધપૂડા તળે આગ સળગાવે. છે, મને હાથે મસળી નાખે છે.