________________
કરવાથી, મસળવાથી, ગૂંદવાદિથી એવું મહાન કષ્ટ થાય છે કે જેવું પૃથ્વીકાયિક જીવોને થાય છે. એને દેહ પણ ઘણું નાનું છે. એક પાણીના ટીપામાં અગણિત જલકાવિક જ છે. વાયુકાય છે ભીંતાદિ સાથે અફળાવાથી, ગરમીની ઝાળાથી, વરસાદના અતિ વરસવાથી, પંખાથી, મનુષ્યના દેડવા કૂદવાથી અથડાઈ બહુ દુખ પામી મરે છે. એનું શરીર પણ ઘણું નાનું છે. પવનની એક નાની' હેરમા અગણિત વાયુકાય જીવો હોય છે. ”
જ્યારે બળતી અગ્નિને પાણી નાખી એલિવે છે, ધૂળ નાખી બુઝવે છે અને લાલચેળ તપેલા લેઢાને ઘણથી મારે છે. ટીપે છે, ત્યારે અગ્નિકાય જીવોને તે સ્પર્શથી બહુ દુઃખ થાય છે. એનું શરીર કદમા ઘણું નાનું છે. અગ્નિની એક ઝાળમાં અગણિત અગ્નિકાયિક જીવે છે
વનસ્પતિના બે પ્રકાર–એક સાધારણ, બીજો પ્રત્યેક જે વનસ્પતિનું શરીર એક હેય અને તેના સ્વામી ઘણા જ હોય, જે એક સાથે જન્મ અને એક સાથે મારે તેને સાધારણ વનસ્પતિ કહે છે. જે એક શરીરનો સ્વામી એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. પ્રત્યેકને આશ્રયે જ્યારે સાધારણ કાય હોય ત્યારે તે પ્રત્યેકને સપ્રતિષ્ઠિત કહે છે. જે પાન, ફલાદિમાં જે લીટાઓ રગે, ગાંઠો આદિ નીકળે છે તે જ્યાં સુધી ન નીકળ્યાં હોય ત્યાં, સુધી તેને સપ્રતિષ્ઠિત કહે છે, જ્યારે એ ફરે છે ત્યારે તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. તુચ્છ ફળ સપ્રતિષ્ઠિત પ્રત્યેકનાં દષ્ટાંત છે
સાધારણ વનસ્પતિને જ કેદ્રિય નિગોદ કહે છે. ઘણાંખરાં જમીનમાં ઉત્પન્ન થતાં–બટાટા, કાંદા, મૂળા, ગાજર આદિ શાક સાધારણ કે સપ્રતિષ્ઠિત પ્રત્યેક હોય છે. મેટું પાકું ચીભડું, નારંગી, પાકી કેરી, અનેનાસ, દ્રાક્ષ, જમરૂખ, આદિ પ્રત્યેક વનસ્પતિ છે. આ.