________________
પ્રતિમાશતક કાવ્ય-૧) सर्वैराद्रियते, कथं न लुम्पाकैः? इत्याशङ्कानिवारणायैतद्विशेषणम्। ते हि मोहप्रमादोन्मत्ता इति तदनादरेऽपि न सर्वप्रेक्षावदादरणीयत्वक्षतिरित्युक्तदोषाभावात्, प्रकृतानुपपादकविशेषणस्य पुनरुपादाने एव तद्दोषव्यवस्थितेः, अत एव दीधिति'(तमधि पाठा.) चिन्तामणि (णि पाठा.) तनुते तार्किकशिरोमणिः श्रीमान्' इत्यत्र 'श्रीमत्त्वविशेषणे न समाप्तपुनरात्तत्वं, श्री: विस्तरानुगुणज्ञानसमृद्धिरित्यस्य प्रकृतोपपादकत्वाद्'इति समाहितं तार्किकैः। 'या सा' इत्यध्याहृत्य वाक्यं यय: साऽवीक्षिता ते मन्दभाग्या इति ध्वनितात्पर्ये तु नानुपपत्तिलेशोऽपीति ध्येयमिति ॥१॥ एवमाद्यपद्ये प्रतिमाया निखिलप्रेक्षावदादरणीयत्वमुक्तम् । अथ तदनादरकारिणो नामादिनिक्षेपत्रयस्य भावनिक्षेपतुल्यताव्यवस्थापनद्वारेणाऽऽक्षिपन्नाह
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
–
પુષ્ટ અને યુક્તિસંગત ન બનાવતું હોય તથા આશંકાના નિવારણમાં સમર્થ બનતું ન હોય, તેવા વિશેષણ સાથે અન્વય કરવા વિશેષ્યપદનું ફરીથી ઉપાદાન કરવામાં આ દોષ લાગે છે. તેથી જ ગંગેશ ઉપાધ્યાયે રચેલા તત્વચિંતામણિ નામના ગ્રંથપર દીપિતિ” નામક ટીકા રચનાર રઘુનાથ શિરોમણિએ પોતાની ટીકામાં “દીધિતિ ચિંતામણિને (અથવા ચિંતામણિપર દીધિતિ) તાર્કિકશિરોમણિ શ્રીમાન રચે છે.” એવા અર્થવાળું લખાણ કર્યું છે. ત્યાં “શ્રીમત’ વિશેષણનું ઉપાદાન કરવામાં સમાપ્તપુનરાત્તત્વ દોષ નથી તેમ તાર્કિકો કહે છે. ત્યાં “શ્રી=મૂળગ્રંથનો વિસ્તાર કરવામાં સમર્થ જ્ઞાનસમૃદ્ધિ' એવો અર્થ કરીને સમાપ્તપુનરાત્તત્વદોષને તેઓએ દૂર કર્યો છે.
ટીકાકાર બીજી રીતે સમાધાન આપે છે- આ વાક્યમાં “જે અને તેનો અધ્યાહાર કરવો. અર્થાત્ બે વાક્ય બનાવવા. પ્રથમ વાક્યનો અન્વય “સ્કૂર્તિમતી' વિશેષણ પછી પૂર્ણ કરવો. બીજા વાક્યમાં “સા' (‘તે પ્રતિમા') નો અધ્યાહાર કરવો. તથા થે” (જેઓ વડે) પદનો પણ અધ્યાહારકરવો. તેથી વિસ્ફરતા મોહોન્માદ અને ઘનપ્રમાદરૂપી મદિરાથી મત્ત બનેલા જેવડે (તે પ્રતિમા) સાદર જોવાઇ નથી. “તેઓ કેવા છે?' એ આશંકા ટાળવા તેઓ
આ ચર્ચાથી ફલિત થતી મહત્ત્વની વાતો - (A) જિનપ્રતિમા સર્વોત્કૃષ્ટ છે. તેથી સુજ્ઞ પુરુષોને આદરણીય છે. અથવા જિનપ્રતિમા સુજ્ઞપુરુષોને આદરણીય હોવાથી સર્વોત્કૃષ્ટ છે. (B) જેઓ મોહ અને પ્રમાદમાં પડ્યા છે, તેઓ જ પ્રતિમાનો આદર કરતા નથી. અર્થાત્ બીજી વાતે અપ્રમત્ત અને પોતાને અમોટી માનનારાઓ પણ જો પ્રતિમાનો આદર કરતા ન હોય, તો વાસ્તવમાં તેઓ મહામો, ગાઢમિથ્યાત્વ અને પ્રબળ પ્રમાદથી પીડાય છે. (c) જેઓ જિનપ્રતિમપ્રત્યે આદરભાવ ધરાવે છે, તેઓનો (૧) મોહમંદ પડ્યો છે (૨) તેઓમાં મિથ્યાત્વનો અભાવ છે અથવા મંદ મિથ્યાત્વ છે. (૩) તેઓનો પ્રમાદ ઘટ્યો છે. (૪) તેઓ ચરમાવર્તમાં આવી ગયા છે (૫) અપનબંધકદશાને પામી ચુક્યા છે (૬) તેઓને યોગબીજો પ્રાપ્ત થઇ ગયા છે. (૭) તેઓના સડકમળનો ભાસ થયો છે. તેથી (૮) તેઓની કર્મસાથેના સંબંધની યોગ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. (૯) તેઓના પાપ સાનુબંધ નથી પણ પુણ્ય સાનુબંધ છે. (૧૦) તેઓ ઉત્તરોત્તરવિશિષ્ટ ગુણસ્થાન, અધ્યવસાય અને ધર્મસામગ્રીના સ્વામી બને છે. (૧૧) તેઓને યોગીકુળમાં જન્મસુલભ બને છે. બોધિ સુલભ થાય છે, ભવ બદલાવા છતાં સાધનાનો દોર અખંડિત રહે છે. (૧૨) તેઓના તથાભવ્યત્વ અને ભવસ્થિતિનો પરિપાક નજીક છે. તથા સ્વરૂપની પ્રાપ્તિ સમીપે છે. (D) પ્રેક્ષાવાન્ શિષ્ટ પુરુષો દરેકે દરેક શબ્દ તોળી તોળીને બોલતાં હોય છે. અસંગત, અસંબદ્ધ કે નિષ્ફળ શબ્દ કે વિશેષણોનો પ્રયોગ તેઓ કરતાં નથી. અન્યથા તેઓની વિશિષ્ટતામાં ખામી આવી જાય. ઉપમિતિની પીઠિકામાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. તેઓના વચનોમાંથી નવનીત તારવવાની કળા આપણી પાસે હોવી જોઇએ. જેઓ પ્રેક્ષાવાનું નથી, તેઓના વચનો પ્રાયઃ અસંગત કે નિષ્ફળ હોય છે, કદાચ દેખાવમાં સંગત કે સફળ દેખાય તો પણ.
ભરવાડ આગળ એક ભાઇબીજી વ્યક્તિના ક્ષમાવગેરે ગુણોનું વિસ્તારથી વર્ણન કરતા હતાં. ભરવાડે પૂછ્યું- બીજુ બધું તો ઠીક છે, પણ તેની પાસે ભેંસ કેટલી છે?' આ પ્રશ્નથી વિસ્મય પામેલા પેલાએ કહ્યું- તેની પાસે ભેંસ તો એક પણ નથી. પરંત હતો તેના ગુણો... ભરવાડ વચ્ચે જ બોલી ઊઠ્યો-“જો તેની પાસે ભેંસ નથી. તો તે સાવ નકામો છે.” અને ચાલતો થયો. ભરવાડને કોણ સમજાવી શકે કે ભેંસ અને ગુણને કોઇ સંબંધ નથી. ગુણની વાત હોય ત્યાં ભેંસની વાત અસંબદ્ધ છે. બસ અશિષ્ટ પુરષોની હાલત આ ભરવાડ જેવી હોય છે.