________________
પ્રતિમાશતક કાવ્ય-૧)
भव्याङ्गिनेत्रामृतम्-भव्याङ्गिनामासन्नसिद्धिकप्राणिनां नेत्रयोः=नयनयोरमृतं-पीयूष, सकलनेत्ररोगापनयनात् परमानन्दजननाच्च । एतेन एतद्दर्शनाद् येषां नयनयो नन्दस्तेऽभव्या दूरभव्या वेत्यभिव्यज्यते। पुनः कीदृशी ? प्रमाणीकृता-प्रमाणत्वेनाभ्युपगता। कैः ? सिद्धान्तोपनिषद्विचारचतुरै:-सिद्धान्तानामुपनिषद् रहस्य, तद्विचारे ये चतुरास्तैः कया? प्रीत्या स्वरसेन, न तु बलाभियोगादिना। एतेन सिद्धान्तप्रतिमाप्रामाण्याभ्युपगमयोर्नान्तरीयकत्वात् स्वरसत: प्रतिमाप्रामाण्याभ्युपगन्ता एव शिष्टो नान्य इत्यावेदितं भवति। तदनभ्युपगन्ता च सिद्धान्तानभिज्ञ इति। पुनः कीदृशी ? स्फूर्तिमती-स्फूर्तिः प्रतिक्षणप्रवर्धमानकान्तिः, सन्निहितप्रातिहार्यत्वं वा, तद्वती, एतेन तदाराधकानामेव बुद्धिस्फूर्तिर्भवति नान्यस्येति सूच्यते । સ્વેચ્છાથી પ્રતિમાને પૂજ્યતરીકે પ્રમાણ કરે છે, તેઓ જ શિષ્ટ છે. અને જેઓ પ્રતિમાને પૂજનીયતરીકે પ્રમાણ કરતા નથી, તેઓ વાસ્તવમાં સિદ્ધાંતને સમજતા જ નથી.’ તેવો સાર પ્રાપ્ત થાય છે.
(૫) સ્કૂર્તિમતી.. સ્ફર્નિ=પ્રતિક્ષણ વધતી કાંતિ, અથવા પ્રાતિહાર્યોનું સાંનિધ્ય. (જિનપ્રતિમા પ્રતિક્ષણ વધતી કાંતિવાળી છે અને પ્રાતિહાર્યોના સાંનિધ્યવાળી છે.) આ વિશેષણનો ભાવ એ છે, કે “જેઓ આ પ્રતિમાની આરાધના કરે છે, તેઓની જ બુદ્ધિ સ્કુર્તિવાળી બને છે, બીજાઓની નહિ.
પ્રતિમાલોપકોની મોટપ્રમાદયુક્તતા (૬) અનાલોકિતા... સાદર=આદર સહિત જોવાયેલી નથી. અહીં માત્ર “નહિ જોવાયેલી' એવો અર્થ નહીં કરવો, કેમકે પ્રતિમાલોપકો પણ પોતાની આંખથી પ્રતિમાને જોઇ તો શકે જ છે. જે બીજા પદાર્થોને જોઇ શકે તે પ્રતિમાને પણ જોઇ શકે. તેથી “નહિ જોવાયેલી' એ વિશેષણ ઉપપન્ન થઇ શકે નહિ. તેથી અહીં ‘અનવલોકિતાપદથી સાદર નહિ જોવાયેલી' એવો અર્થ કરવો જોઇએ. પ્રતિમાલોપકો પ્રતિમાને આદરપૂર્વક જોતા નથી એ સિદ્ધ જ છે.
શંકા - આમ “અનાલોકિતા' પદથી “અવલોકનનો અભાવ અર્થ છોડી “સાદર અવલોકનનો અભાવ' એવો અર્થ શી રીતે પ્રાપ્ત કર્યો?
સમાધાન - “અર્થાન્તરસંક્રામિતવાચ્યતા દ્વારા “સાદર અવલોકનનો અભાવ અર્થ પ્રાપ્ત થાય છે. અહીં અનાલોકિતા' પદનો મુખ્યાર્થ “અવલોકનનો અભાવ ઘટી શક્તો નથી. તેથી મુખ્યાર્થને ‘સાદર અવલોકનનો અભાવ' અર્થમાં સંક્રમિત કર્યો. આ પ્રમાણે અર્થાતરમાં સંક્રામણ શિષ્ટપુરુષોને સંમત જ છે. અસ્તુ! પ્રતિમાલોપકો મોહ અને પ્રમાદમાં ડુબેલા હોવાથી પ્રતિમાના સાદર દર્શન કરી શકતા નથી.
પ્રમાદની મોહભિમતા શંકા - મોહના ગ્રહણમાં પ્રમાદનું ગ્રહણ થઇ જાય છે. કેમકે “પ્રમાદ' એ મોહનું જ એક સ્વરૂપ છે. તેથી મોહથી ભિન્નરૂપે પ્રમાદનો ઉલ્લેખ કરવામાં આધિષ્પદોષ છે. કરોડપતિમાંગણના પામેલો ફરીથી લખપતિમાં ગણાવા યોગ્ય નથી.
સમાધાન - તમારી આ વાત સાચી તો બનત, જો પ્રમાદ માત્ર મોહરૂપ જ હોત. પણ પ્રમાદ મોહનું જ એકસ્વરૂપ છે એ વાત સિદ્ધ નથી. કેમકે પ્રમાદમાં જેમ મોહનો અંશ છે, તેમ બીજા અંશો પણ છે. શાસ્ત્રમાં અનાભોગ અને વિસ્મૃતિ વગેરેનો પણ પ્રમાદમાં સમાવેશ કરેલો છે. આ અનાભોગ તથા સ્મૃતિભ્રંશ મોહરૂપ નથી, પણ એક પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ઉદયરૂપ છે. 0 પ્રમાદ – (૧) રાગ (૨) દ્વેષ (૩) અજ્ઞાન (૪) સંશય (૫) વિપર્યય (૬) સ્મૃતિભ્રંશ (૭) ધર્મ અનાદર અને (૮) યોગદુપ્પણિધાન. અન્યત્ર (૧) વિષય (૨) કષાય (૩) નિદ્રા (૪) વિકથા (૫) મદ્ય. આ પાંચ પ્રકારે પ્રમાદ બતાવ્યો છે.