Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રસ્તાવના
૧૫
પ્રતિપાદક દૃષ્ટિ અને પ્રતિપાદ્ય પ્રમેય, પ્રમાતા વગેરેનું સ્વરૂપ તે જ છે જે સંક્ષેપમાં ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ‘પ્રમાણમીમાંસા’ પણ તે જૈન દૃષ્ટિથી તે જૈન મન્તવ્યોનું હાર્દ પોતાની રીતે પ્રગટ કરે છે.
૨. બાહ્ય સ્વરૂપ
પ્રસ્તુત ‘પ્રમાણમીમાંસા' ના બાહ્ય સ્વરૂપનો પરિચય નીચે જણાવેલા મુદ્દાઓના વર્ણનથી થઈ શકશે – શૈલી, વિભા, પરિમાણ અને ભાષા.
-
પ્રમાણમીમાંસા સૂર્યશૈલીનો ગ્રન્થ છે. તે કણાદસૂત્રો યા તત્ત્વાર્થસૂત્રોની જેમ ન તો દશ અધ્યાયોમાં છે, કે ન તો જૈમિનીય સૂત્રોની જેમ બાર અધ્યાયોમાં. તેમાં બાદરાયણસૂત્રોની જેમ ચાર અધ્યાય પણ નથી કે પાતંજલસૂત્રોની જેમ માત્ર ચાર પાદ પણ નથી. તે અક્ષપાદનાં સૂત્રોની જેમ પાંચ અધ્યાયોમાં વિભક્ત છે અને પ્રત્યેક અધ્યાય કણાદ યા અક્ષપાદના અધ્યાયની જેમ બે બે આહ્નિકોમાં પૂરો થાય છે. હેમચન્દ્રે પોતાના જુદા જુદા વિષયના ગ્રન્થોમાં વિભાગના જુદા જુદા ક્રમનું અવલંબન કરીને પોતાના સમય સુધીમાં પ્રસિદ્ધ સંસ્કૃત વાક્રયના પ્રતિષ્ઠિત બધી શાખાઓના ગ્રન્થોના વિભાગક્રમને પોતાના સાહિત્યમાં અપનાવ્યો છે. કોઈ ગ્રન્થમાં તેમણે અધ્યાય અને પાદનો વિભાગ રાખ્યો, કોઈમાં અધ્યાયમાત્રનો અને કોઈમાં પર્વ, સર્ગ, વગેરેનો. પ્રમાણમીમાંસા તર્કગ્રન્થ હોવાના કારણે તેમાં તેમણે અક્ષપાદનાં પ્રસિદ્ધ ન્યાયસૂત્રોનો અધ્યાય-આફ્રિકનો જ વિભાગ રાખ્યો, જે વિભાગ હેમચન્દ્ર પહેલાં અકલંકે જૈન વા≠યમાં શરૂ કર્યો હતો.
પ્રમાણમીમાંસા પૂરી ઉપલબ્ધ નથી. તેનાં મૂલસૂત્રો પણ તેટલાં જ મળે છે જેટલાંની વૃત્તિ મળે છે. તેથી જ જો તેમણે બધાં મૂલસૂત્રો રચ્યાં પણ હોય તો પણ જાણી શકાતું નથી કે તે બધાંની કુલ સંખ્યા કેટલી હશે. ઉપલબ્ધ સૂત્રો ૧૦૦ જ છે અને તેટલાં જ સૂત્રોની વૃત્તિ પણ છે. અન્તિમ ઉપલબ્ધ ૨. ૧. ૩૫ની વૃત્તિ પૂરી થયા પછી એક નવા સૂત્રનું ઉત્થાન તેમણે શરૂ કર્યું છે અને તે અધૂરા ઉત્થાનમાં જ ખંડિત લભ્ય ગ્રન્થ પૂરો થઈ જાય છે. ખબર નથી પડતી કે આગળ કેટલાં સૂત્રો પછી આ આત્મિક પૂરું થાત. જે હો તે, પરંતુ ઉપલબ્ધ ગ્રન્થ બે અધ્યાય ત્રણ આહ્નિકમાત્ર છે જે સ્વોપજ્ઞ વૃત્તિ સહિત જ
છે.
એ કહેવાની તો જરૂર નથી કે પ્રમાણમીમાંસા કઈ ભાષાની છે, પરંતુ તેની ભાષાવિષયક યોગ્યતા વિશે થોડું જાણી લેવું જરૂરી છે. એમાં કોઈ સંદેહ નથી કે જૈન વાસઁયમાં સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયા પછી ઉત્તરોત્તર સંસ્કૃત ભાષાનું વૈશારદ્ય અને પ્રાંજલ લેખનપાટવ વધતું જ રહ્યું હતું તો પણ હેમચન્દ્રનું લેખનપાટવ અને વૈશારઘ ઓછામાં ઓછું જૈન વાયમાં તો મૂર્ધન્ય સ્થાને છે. વૈયાકરણ, આલંકારિક, કવિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org