Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૦૧
પ્રમાણસમુચ્ચય, ન્યાયપ્રવેશ (પૃ. ૧) ન્યાયબિન્દુ (૨.૫થી), હેતુબિન્દુ (પૃ.૯) અને તત્ત્વસંગ્રહ (કારિકા ૧૩૬૨) આદિ બધા બૌદ્ધ ગ્રંથોમાં તે જ ત્રણ રૂપોને હેતુનું લક્ષણ માનીને ત્રિરૂપ હેતુનું જ સમર્થન કરવામાં આવ્યું છે. ત્રણ રૂપોનાં સ્વરૂપવર્ણન અને સમર્થન તથા ૫૨૫ક્ષનિરાકરણમાં જેટલો વિસ્તાર અને જેટલું વિશદીકરણ બૌદ્ધ ગ્રંથોમાં દેખાય છે તેટલું કોઈ કેવલ વૈશેષિક યા સાંખ્ય ગ્રંથમાં દેખાતું નથી.
નૈયાયિક ઉપર્યુક્ત ત્રણ રૂપો ઉપરાંત અબાધિતવિષયત્વ અને અસત્પ્રતિપક્ષિતત્વ એ બે રૂપો અધિક માનીને હેતુના પાંચરૂખનું સમર્થન કરે છે. આ સમર્થન સૌ પ્રથમ કોણે શરૂ કર્યું એ નિશ્ચિતપણે કહી શકાતું નથી. પરંતુ સંભવતઃ તેના પ્રથમ સમર્થક ઉદ્યોતકર (ન્યાયવાર્તિક, ૧.૧.૫) હોવા જોઈએ. હેતુબિન્દુના ટીકાકાર અર્ચટે (પૃ. ૧૯૫) તથા પ્રશસ્તપાદાનુગામી શ્રીધરે નૈયાયિકોક્ત પાંચરૂપ્યનો ત્રૈરૂષ્યમાં સમાવેશ કર્યો છે. જો કે વાચસ્પતિ (તાત્પર્યટીકા, ૧.૧.૫; ૧.૧.૩૯), જયન્ત (ન્યાયમંજરી, પૃ. ૧૧૦) આદિ પછીના બધા રૈયાયિકોએ ઉક્ત પાંચરૂપ્યનું સમર્થન અને વર્ણન કર્યું છે, તેમ છતાં વિચારસ્વતન્ત્ર ન્યાયપરંપરામાં તે પાંચરૂ મૃતકમુષ્ટિની જેમ સ્થિર નથી રહ્યું. ગદાધર આદિ નૈયાયિકોએ વ્યાપ્તિ અને પક્ષધર્મતારૂપે હેતુના ગમકતોપયોગી ત્રણ રૂપોનું જ અવયવાદિમાં સંસૂચન કર્યું છે. આમ પાંચરૂપ્સનો પ્રાથમિક નૈયાયિકાગ્રહ શિથિલ બની ઐરૂપ્ય સુધી આવીગયો. ઉક્ત પાંચરૂપ્ય ઉપરાંત છઠ્ઠું અજ્ઞાતત્વ રૂપ ગણાવી રૂપ હેતુ માનનારી પણ કોઈ પરંપરા હતી જેનો નિર્દેશ અને જેનું ખંડન અર્ચટે ‘નૈયાયિમીમાંસાયઃ' એવું સામાન્ય કથન કરીને કર્યું છે. ન્યાયશાસ્ત્રમાં શાયમાન લિંગની કરણતાનો જે પ્રાચીન મત (જ્ઞયમાનં જિજ્ઞ तु करणं न हि મુક્તાવલી, કારિકા ૬૭) ખંડનીય તરીકે નિર્દિષ્ટ છે તેનું મૂળ કદાચ પેલા જ ષડ્રૂપ હેતુવાદની પરંપરામાં હોય.
૧
-
જૈન પરંપરા હેતુના એક રૂપને જ માને છે અને તે રૂપ છે અવિનાભાવનિયમ. તેનું કહેવું એ નથી કે હેતુમાં જે ત્રણ કે પાંચ રૂપો માનવામાં આવે છે તે અસત્ છે. તેનું કહેવું માત્ર એટલું જ છે કે જ્યારે ત્રણ કે પાંચ રૂપ ન હોવા છતાં પણ કેટલાક
१. षड्लक्षणो हेतुरित्यपरे नैयायिकमीमांसकादयो मन्यन्ते । कानि पुनः षड्रूपाणि हेतोस्तैरिष्यन्ते ત્યા.... त्रीणि चैतानि पक्षधर्मान्वयव्यतिरेकाख्याणि, तथा अबाधितविषयत्वं चतुर्थं रूपम्, .. तथा विवक्षितैकसंख्यत्वं रूपान्तरम् एका संख्या यस्य हेतुद्रव्यस्य तदेकसंख्यं.... यद्येकसंख्यावच्छिन्नायां प्रतिहेतुरहितायां हेतुव्यक्तौ हेतुत्वं भवति तदा गमकत्वं न तु प्रतिहेतुसहितायामपि द्वित्वसंख्यायुक्तायां.....तथा ज्ञातत्वं च ज्ञानविषयत्वं च, न ह्यज्ञातो हेतु: સ્વસત્તામાત્રે જમજો યુ કૃતિ । હેતુબિન્દુટીકા, ૧૯૪ B.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org