Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૦૩
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ વખતે જે વિસ્તૃત અવતરણ ન્યાયબિન્દુની ધર્મોત્તરવૃત્તિમાંથી અક્ષરશઃ લીધું છે તે અન્ય કોઈ પૂર્વવર્તી જૈન તર્કગ્રંથમાં નથી. જો કે આ વિચાર બૌદ્ધતાર્કિકકૃત છે તેમ છતાં જૈન તર્કશાસ્ત્રના અભ્યાસીઓને માટે, ભલે ને પૂર્વપક્ષ તરીકે પણ, આ વિચાર ખાસ જ્ઞાતવ્ય છે.
ઉપર જે “અન્યથાનુપપન્નત્વ' કારિકાનો ઉલ્લેખ કર્યો છે તે નિઃસંદેહ તર્કસિદ્ધ હોવાના કારણે સર્વત્ર જૈનપરંપરામાં પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, ત્યાં સુધી કે તે કારિકાનું અનુકરણ કરીને વિદ્યાનન્દ થોડોક ફેરફાર કરીને પાંચરૂપ્યખંડનવિષયક પણ કારિકા બનાવી નાખી (પ્રમાણપરીક્ષા, પૃ. ૭૨). આ કારિકાની પ્રતિષ્ઠા તર્કબલ પર અને તર્કક્ષેત્રમાં જ રહેવી જોઈતી હતી પરંતુ તેના પ્રભાવથી અંજાઈને અતાર્કિક ભક્તોએ તેની પ્રતિષ્ઠા મન કલ્પિત રીતે વધારી દીધી, અને એ ત્યાં સુધી વધી કે ખુદ તર્કગ્રન્થલેખક આચાર્યો પણ તે કૅલ્પિત રીતના શિકાર બની ગયા. કોઈકે કહ્યું કે આ કારિકાના કર્તા અને દાતા મૂળમાં સમન્વરસ્વામી નામના તીર્થંકર છે. કોઈકે કહ્યું કે સીમન્વરસ્વામી પાસેથી પદ્માવતી નામની દેવી આ કારિકાને લઈ આવી અને પાત્રકેસરી સ્વામીને તે કારિકા આપી. આમ કોઈ પણ તાર્કિક મનુષ્યના મુખમાંથી નીકળવાની ઔકાન્તિક યોગ્યતા ધરાવતી આ કારિકાએ સીમન્વરસ્વામીના મુખમાંથી અબ્ધભક્તિના કારણે જન્મ લેવો પડ્યો (સન્મતિટીકા, પૃ. ૫૬૯(૭)). અસ્તુ. જે હો તે, આચાર્ય હેમચન્દ્ર પણ તે કારિકાનો ઉપયોગ કરે છે. એટલું તો અવશ્ય જણાય છે કે આ કારિકાના સંભવતઃ ઉભાવક પાત્રસ્વામી દિગમ્બર પરંપરાના જ છે કેમ કે ભક્તિપૂર્ણ પેલી મન:કલ્પિત કલ્પનાઓની સૂષ્ટિ કેવળ દિગમ્બરીય પરંપરા સુધી જ સીમિત રહી છે.
મૃ. ૧૮૬ તથાદિ– મનુબે'– તુલના – ન્યાયબિન્દુટીકા, ૨. ૫
પૃ. ૧૭ ‘મર્થર્વવિથ:' – તુલના – પ્રમેયરત્નમાલા, ૩.૧૯.
પૃ. ૧૯૪ “સ્વભાવ' – જૈન તર્કપરંપરામાં હેતુના પ્રકારોનું વર્ણન તો અકલંકના ગ્રંથોમાં (પ્રમાણસંગ્રહ, પૃ. ૬૭-૬૮) જોવામાં આવે છે પરંતુ તેમનું વિધિસાધક યા નિષેધસાધક રૂપે સ્પષ્ટ વર્ગીકરણ આપણને માણિક્યનન્દી, વિદ્યાનન્દ વગેરેના ગ્રંથોમાં મળે છે. માણિક્યનન્દી, વિદ્યાનન્દ, દેવસૂરિ અને આચાર્ય હેમચન્દ્ર આ ચારે કરેલું વર્ગીકરણ જ ધ્યાન દેવા યોગ્ય છે. હેતુપ્રકારોનું જૈનગ્રન્થગત વર્ગીકરણ મુખ્યપણે વૈશેષિકસૂટ અને ધર્મકીર્તિના ન્યાયબિન્દુ પર અવલંબિત છે. વૈશેષિકસૂત્રમાં (૯, ૨.૧) કાર્ય, કારણ, સંયોગી, સમવાયી અને વિરોધી રૂપે પંચવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org