Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪ ૨ ૩ આચાર્ય હેમચન્દ્ર તો પ્રમાણનયતત્ત્વાલકની વ્યાખ્યાની જેમ પોતાની વૃત્તિમાં શબ્દશ: ન્યાયસારના આઠ ભેદ ઉદાહરણ સાથે દર્શાવી તેમાંથી ચાર વિરુદ્ધોને અસિદ્ધ અને વિરુદ્ધ બન્ને નામ આપવા માટેની ન્યાયમંજરી અને ન્યાયસારની દલીલોને અપનાવી લીધી છે.
પૃ. ૨૩૮ “તિ સપક્ષે' – તુલના – વિરુદ્ધ ખેલાડુ સતિ સપક્ષે વતારો વિરુદ્ધા: | પક્ષવિપક્ષાપક્ષો યથા.... | – ન્યાયસાર, પૃ. ૯. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૨ A. સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૧૦૨૧.
પૃ. ૨૪૦ 'નિયમથ’ – અનૈકાન્તિક હેત્વાભાસના નામ અંગે મુખ્ય બે પરંપરાઓ પ્રાચીન છે. પહેલી ગૌતમની અને બીજી કણાદની. ગૌતમ પોતાના ન્યાયસૂત્રમાં જેને સવ્યભિચાર (૧. ૨.૫) કહે છે તેને કણાદ પોતાનાં સૂત્રોમાં (૩.૧.૧૫) સન્ટિગ્ધ કહે છે. આ નામભેદની પરંપરામાં પણ કંઈક અર્થ રહેલો છે અને તે અર્થ પછીના બધા વ્યાખ્યાગ્રંથોમાં સ્પષ્ટ થઈ જાય છે. આ અર્થ એ છે કે એક પરંપરા અનૈકાન્તિકતાને અર્થાત્ સાધ્યની અને તેના અભાવની સાથે હેતુના સાહચર્યને સવ્યભિચાર હેત્વાભાસના નિયામક તરીકે માને છે, સંશયજનકત્વને નહિ જયારે બીજી પરંપરા સંશયજનત્વને અનૈકાન્તિક હેત્વાભાસના નિયામક તરીકે માને છે, સાધ્ય-તદભાવસાહચર્યને નહિ. પહેલી પરંપરા અનુસાર જે હેતુ સાધ્યતદભાવસહચારિત છે – ભલે તે સંશયજનક હો યા ન હો – તે જ સવ્યભિચાર યા અનૈકાન્તિક કહેવાય છે. બીજી પરંપરા અનુસાર જે હેતુ સંશયજનક છે – ભલે તે સાધ્ય તદભાવસહચરિત હો યા ન હો– તે જ અર્નકાન્તિકયા સવ્યભિચાર કહેવાય છે. અર્નકાન્તિકતાની આ નિયામકભેદવાળી બે ઉક્ત પરંપરા અનુસાર ઉદાહરણોમાં પણ અત્તર પડી જાય છે. તેથી જ ગૌતમની પરંપરામાં અસાધારણ યા વિરુદ્ધાવ્યભિચારીનું સ્થાન અનૈકાન્તિક હેત્વાભાસમાં સંભવતું જ નથી કેમ કે તે બન્ને સાધ્યાભાવસહચરિત નથી. ઉક્ત સાર્થકનામભેદવાળી બન્ને પરંપરાઓના પરસ્પર ભિન્ન એવા બે દૃષ્ટિકોણો આગળ ઉપર પણ ચાલુ રહ્યા પરંતુ ઉત્તરવર્તી બધાં તર્કશાસ્ત્રોમાં – ભલે ને તે તર્કશાસ્ત્રો વૈદિક હો, બૌદ્ધ હો કે જૈન હો – નામ તો કેવળ ગૌતમીય પરંપરાનું “અનૈકાન્તિક' જ ચાલુ રહ્યું. કણાદીય પરંપરાનું સન્દિગ્ધ' નામ વ્યવહારમાં રહ્યું નહિ.
પ્રશસ્તપાદ અને ન્યાયપ્રવેશ આ બેનું પૌર્વાપર્ય આજ સુધી સુનિશ્ચિત નથી થયું તેથી એ નિશ્ચિતપણે કહેવું કઠિન છે કે કોનો પ્રભાવ કોના ઉપર છે, તો પણ ન્યાયપ્રવેશ અને પ્રશસ્તપાદ આ બેની વિચારસરણીનું અભિન્નત્વ અને પારસ્પરિક મહત્ત્વનો ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org