Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
- ૪૪૩
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ પ્રવાહ માત્ર છે. બૌદ્ધ પરંપરામાં ખાસ કરીને કથાના અર્થમાં વાદ શબ્દના પ્રયોગની પ્રધાનતા રહી છે. કથાના વાદ, જલ્પ આદિ અવાજોર ભેદો માટે તે પરંપરામાં પ્રાયઃ સધર્મવાદ, વિવાદ આદિ શબ્દો વપરાયા છે. જૈન પરંપરામાં કથાના અર્થમાં
ક્વચિત જલ્પ શબ્દનો પ્રયોગ થયો છે. પંરતુ સામાન્યપણે સર્વત્ર તે અર્થમાં વાદ શબ્દનો જ પ્રયોગ દેખાય છે. જૈન પરંપરા કથાના જલ્પ અને વિતંડા એ બે પ્રકારોને પ્રયોગયોગ્ય માનતી નથી, એટલે જ જૈન મતમાં વાદ શબ્દનો તે જ અર્થ છે જે અર્થ વૈદ્યક પરંપરામાં સન્વાયસન્માષા શબ્દનો છે અને ન્યાય પરંપરામાં વાદકથાનો છે. બૌદ્ધ તાર્કિકોએ પણ પછીથી જલ્પ અને વિતંડા કથાને ત્યાજ્ય દર્શાવીને કેવળ વાદકથાને જ કર્તવ્ય કહી છે. તેથી જ પાછળની બૌદ્ધ માન્યતા અને જૈન પરંપરાની વચ્ચે વાદ શબ્દના અર્થમાં કોઈ અંતર રહેતું નથી.
વૈદ્યકીય સન્યાયસન્માષાના અધિકારીને દર્શાવતાં ચરકે એક મહત્ત્વનું વિશેષણ અનસૂયક આપ્યું છે જેનો અર્થ છે કે તે અધિકારી અસૂયાદોષથી મુક્ત હોવો જોઈએ. અક્ષપાદે પણ વાદકથાના અધિકારીઓના વર્ણનમાં “અનસૂ’િ વિશેષણ આપ્યું છે. તેથી સિદ્ધ થાય છે કે ચરક અને અક્ષપાદ બન્નેના મતે વાદકથાના અધિકારીઓમાં કોઈ અત્તર નથી. આ જ ભાવને ઉત્તરકાલીન તૈયાયિકોએ વાદનું લક્ષણ કરતાં એક જ શબ્દમાં વ્યક્ત કરી દીધો છે – તત્ત્વબુભત્સુકથા વાદ છે – કેશવ મિશ્રકૃત તર્કભાષા, પૃ. ૧૨૯. ચરકના કથન અનુસાર વિગૃહ્યસભાષાના અધિકારીઓ જયપરાજયેષ્ણુ અને છલબલસમ્પન્ન સિદ્ધ થાય છે, ન્યાય પરંપરા અનુસાર જલ્પવિતંડાના તેવા જ અધિકારીઓ માનવામાં આવ્યા છે. આ ભાવને નૈયાયિક વિજિગીષકથા – જલ્પ-વિતંડા” આ લક્ષણવાક્યથી વ્યક્ત કરે છે. વાદના અધિકારીઓ તત્ત્વબુભુત્યુ કયા કયા ગુણોથી યુક્ત હોવા જોઈએ અને તેઓ કેવી રીતે પોતાનો વાદ ચલાવે એનું બહુ જ મનોહર અને સમાન વર્ણન ચરક તથા ન્યાયભાષ્ય વગેરેમાં છે.
ન્યાય પરંપરામાં જલ્પવિતંડા કથા કરનારને વિજિગીષ માન્યો છે જેમ ચરકે પણ તેને તેવો માન્યો છે, પરંતુ તેવી કથા કરતી વખતે તે વિજિગીષ પ્રતિવાદી અને પોતાની વચ્ચે ક્યા ક્યા ગુણદોષોની તુલના કરે, પોતાનાથી શ્રેષ્ઠ, કનિષ્ઠ અને બરાબરીવાળા પ્રતિવાદી સાથે કયા કયા પ્રકારની સભામાં અને કેવા કેવા સભ્યોની વચ્ચે કેવા કેવા કે પ્રકારનો વર્તાવ કરે, પ્રતિવાદી સાથે આટોપ સહિત કેવી રીતે બોલે, ક્યારેક કેવો ઝઝૂમે ઇત્યાદિ વાતોનું જેવું વિસ્તૃત અને આંખો દેખું વર્ણન ચરકે (પૃ. ૨૬૪) કર્યું
૧. ઈ તન્ન
ત્યં વિવું ? ત્યાદિ – સમર્થવાન ! સિદ્ધિવિનિશ્ચયટીકા, પૃ. ૨૫૪ B.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org