Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४४४
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા છે તેવું ન્યાય પરંપરાના ગ્રન્થોમાં નથી. ચરકના આ વર્ણન સાથે કંઈક મળતું આવતું વર્ણન જૈનાચાર્ય સિદ્ધસેને પોતાની એક વાદોપનિષદ્ધાત્રિશિકામાં કર્યું છે, જેને ચરકના વર્ણનની સાથે વાંચવું જોઈએ. બૌદ્ધ પરંપરા જયાં સુધી ન્યાય પરંપરાની જેમ જલ્પકથાને પણ માનતી રહી ત્યાં સુધી તેના અનુસાર પણ વાદના અધિકારીઓ તત્ત્વબુભૂસું અને જલ્પાદિના અધિકારીઓ વિજિગીષ જ ફલિત થાય છે, ન્યાય પરંપરાની જેમ જ. તે પ્રાચીન સમયના બૌદ્ધ વિજિગીષ, નૈયાયિક વિજિગીષથી ભિન્ન પ્રકારના હોવા સંભવ નથી, પરંતુ જ્યારથી બૌદ્ધ પરંપરામાં છલ આદિના પ્રયોગનો નિષેધ કરવામાં આવ્યો અને પરિણામે જલ્પકથા નામશેષ થઈ ગઈ તથા વાદકથા જ અવશિષ્ટ રહી ત્યારથી તેમાં અધિકારીના કૈવિધ્યનો પ્રશ્ન જ ન રહ્યો, જૈન પરંપરામાં નથી તેમ.
જૈન પરંપરા અનુસાર ચતુરંગવાદના અધિકારી વિજિગીષ છે. પરંતુ ન્યાય-વૈદ્યક પરંપરાસખ્ખત વિજિગીષ અને જૈન પરંપરાસખ્ખત વિજિગીષના અર્થમાં મોટું અંતર છે કેમ કે ન્યાય-વૈદ્યક પરંપરા અનુસાર વિજિગીષ તે જ છે જે ન્યાયથી કે અન્યાયથી, છલ આદિનો પ્રયોગ કરીને પણ પ્રતિવાદીને પરાસ્ત કરવા ઇચ્છે છે જ્યારે જૈન પરંપરા તેને વિજિગીષ માને છે જે પોતાના પક્ષની સિદ્ધિ કરવા ઇચ્છે છે પરંતુ ન્યાયથી, અન્યાયથી છલ આદિનો પ્રયોગ કરીને તો કદી નહિ. આ દષ્ટિએ જૈન પરંપરાસખત વિજિગીષ અસૂયાવાનું હોવા છતાં પણ ન્યાયમાર્ગથી જ પોતાનો પક્ષ સિદ્ધ કરવાનો ઇચ્છુક હોવાથી લગભગ ન્યાય પરંપરાસમ્મત તત્ત્વબુભસુની કોટિનો બની જાય છે. જૈન પરંપરાએ વિજયનો અર્થ “પોતાના પક્ષની ન્યાય સિદ્ધિ એવો જ કર્યો છે, ન્યાયવૈદ્યક પરંપરાની જેમ કોઈ પણ રીતે પ્રતિવાદીને મૂક કરવો' એવો કર્યો નથી. * જૈન પરંપરાના પ્રાથમિક તાર્કિકોએ જે વિજિગીષ નથી એવી વીતરાગ વ્યક્તિઓનો પણ વાદ માન્યો છે પરંતુ તે વાદ ચતુરંગ નથી કેમ કે તેના અધિકારીઓ ભલે પક્ષ-પ્રતિપક્ષ લઈને પ્રવૃત્ત થયા હોય પરંતુ તેઓ અસૂયામુક્ત હોવાના કારણે કોઈ સભાપતિ યા સભ્યોના શાસનની અપેક્ષા નથી રાખતા. તેઓ આપસમાં જ તત્ત્વબોધનો વિનિમય યા સ્વીકાર કરી લે છે. જૈન પરંપરાના વિજિગીષ અને તેના પૂર્વોક્ત તત્ત્વનિર્મિનીષ વચ્ચે એટલું જ અંતર છે કે વિજિગીષ ન્યાયમાર્ગે ચાલનારા હોવા છતાં પણ એવા અસૂયામુક્ત નથી હોતા કે જેથી તેઓ કોઈના શાસન વિના
परार्थाधिगमस्तत्रानुद्भवद्रागगोचरः।। जिगीषुगोचरश्चेति द्विधा शुद्धधियो विदुः ॥ सत्यवाग्भिर्विधातव्यः प्रथमस्तत्त्ववेदिभिः । યથાથવિત્યેક ચતુર સમત: તત્ત્વાર્થબ્લોકવાર્તિક, પૃ. ૨૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org