Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૫૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પણ આધ્યાત્મિક ભાવાનુસારી જમનાતું હતું. જો કોઈ આત્મા ઓછામાં ઓછો ચોથા ગુણસ્થાનનો અધિકારી હોય અર્થાત તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું હોય તો તેનો સામાન્ય યા વિશેષ કોઈ પણ ઉપયોગ મોક્ષમાર્ગરૂપ યા સમ્યગ્રૂપ મનાતો હતો. તદનુસાર આગામિક દષ્ટિએ સમ્યકત્વયુક્ત આત્માનો દર્શનોપયોગ સમ્યગ્દર્શન છે અને મિશ્રાદષ્ટિયુક્ત આત્માનો દર્શનોપયોગ મિથ્યાદર્શન છે. વ્યવહારમાં મિથ્યા, ભ્રમ યા વ્યભિચારી મનાતું દર્શન પણ જો સમ્યક્ત્વધારિઆત્મગત હોય તો સમ્યગ્દર્શન જ છે જયારે સત્ય, અભ્રમ અને અબાધિત મનાતો દર્શનોપયોગ પણ જો મિથ્યાષ્ટિયુક્ત હોય તો તે મિથ્યાદર્શન જ છે.'
દર્શનના સમ્યકત્વ તથા મિથ્યાત્વનું આગમિક દૃષ્ટિએ જે આપેક્ષિક વર્ણન ઉપર કરવામાં આવ્યું છે તે સન્મતિટીકાકાર અભયદેવે દર્શનને પણ પ્રમાણ કહ્યું છે એ આધાર પર સમજવું જોઈએ. તથા ઉપાધ્યાય યશોવિજયજીએ સંશય આદિ જ્ઞાનોને પણ સમ્યફ દષ્ટિયુક્ત હોવાના કારણે સમ્યફ કહ્યાં છે એ આધાર પર સમજવું જોઈએ. આગમિક પ્રાચીન અને શ્વેતામ્બર-દિગમ્બર ઉભયસાધારણ પરંપરા તો એવું માનતી નથી કારણ કે બન્ને પરંપરાઓ અનુસાર ચક્ષુ, અચલું અને અવધિ ત્રણે દર્શનો દર્શનો જ મનાય છે. તેમનામાંથી ન તો કોઈ સમ્યફ કે ન તો કોઈ મિથ્યા કે ન તો કોઈ સમ્યફમિથ્યા ઉભયરૂપ મનાયું છે – જેમ મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનો સમ્યક અને મિથ્થારૂપે વિભાજિત મનાયાં છે તેમ. તેથી એ જ ફલિત થાય છે કે દર્શનોપયોગ માત્ર નિરાકાર હોવાથી તેમાં સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિપ્રયુક્ત અખ્તર હોવાની કલ્પના પણ કરી શકાતી નથી. દર્શન ભલે ચક્ષુ હો, અચક્ષુ હો કે અવધિ હો – તે દર્શન માત્ર છે, તેને ન તો સમ્યગ્દર્શન કહેવું જોઈએ કે મિથ્યાદર્શન. આ જ કારણે પહેલા ગુણસ્થાનમાં પણ તેમને દર્શન જ માનવામાં આવ્યાં છે જેમ ચોથા ગુણસ્થાનમાં. આ વસ્તુ ગબ્ધહસ્તિ સિદ્ધસેને સૂચિત પણ કરી છે. – સત્ર ૨ યથા સારદ્ધાયાં सम्यमिथ्यादृष्ट्योविशेषः, नैवमस्ति दर्शने, अनाकारत्वे द्वयोरपि તુચસ્વાહિત્યર્થ. I (તત્ત્વાર્થભાષ્યટીકા, ૨.૯)
આ થઈ આગમિક દૃષ્ટિની વાત જેના અનુસાર ઉમાસ્વાતિએ ઉપયોગમાં સમ્યકત્વ-અસમ્યકત્વનું નિદર્શન કર્યું છે. પરંતુ જૈન પરંપરામાં તર્કયુગનો પ્રવેશ થતાં જ પ્રમાત્વ-અપ્રમાત્વ યા પ્રામાણ્ય-અપ્રામાણ્યનો પ્રશ્ન ખડો થયો. અને તેનો વિચાર
૧. સMષ્ટિબ્ધિનાં સંશયાવીના જ્ઞાનત્વસ્થ મહામગતા પરિપત્રિતત્વના જ્ઞાનબિન્દુ,પૃ.
૧૩૯ B. નન્દીસૂત્ર, સૂત્ર ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org