Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૭૧ આદિનું શાસ્ત્રીય નિરૂપણ વૈદિક પરંપરામાં શરૂ થયું અને તેની વિવિધ શાખાઓમાં વિકસવા લાગ્યું. તેનો પ્રારંભ ક્યારે થયો, ક્યાં થયો, કોણે કર્યો, એના પ્રાથમિક વિકાસને કેટલો સમય લાગ્યો, તે વિકાસ ક્યા કયા પ્રદેશોમાં સિદ્ધ થયો વગેરે પ્રશ્નો કદાચ સદા નિરુત્તર જ રહેશે. તેમ છતાં એટલું તો નિશ્ચિતપણે કહી શકાય કે તેના પ્રાથમિક વિકાસનું ગ્રન્થન પણ વૈદિક પરંપરાના પ્રાચીન અન્ય ગ્રન્થોમાં દેખાય છે.
આ વિકાસ વૈદિકયુગીન એટલા માટે પણ છે કે તેનો પ્રારંભ કરવામાં જૈન અને બૌદ્ધ પરંપરાનો ફાળો તો છે જ નહિ ઊલટું આ બન્ને પરંપરાએ તો વૈદિક પરંપરામાંથી જ ઉક્ત શાસ્ત્રીય નિરૂપણને શરૂઆતમાં અક્ષરશઃ અપનાવી લીધું. આ વૈદિકયુગીન અનુમાનનિરૂપણ આપણને બે વૈદિક પરંપરાઓમાં ઓછાવત્તા ફેરફાર સાથે જોવા મળે છે.
(અ) વૈશેષિક અને મીમાંસક પરંપરા – આ પરંપરાને સ્પષ્ટત: વ્યક્ત કરનારા અત્યારે આપણી પાસે પ્રશસ્ત અને શાબર બે ભાગ્યો છે. બન્નેમાં અનુમાનના બે પ્રકારોનો જ ઉલ્લેખ છે, જે મૂળમાં કોઈ એક વિચારપરંપરાને સૂચવે છે. મારું પોતાનું પણ માનવું છે કે મૂળમાં વૈશેષિક અને મીમાંસક બન્ને પરંપરાઓ ક્યારેક અભિન્ન હતી જે પછીથી આગળ ઉપર ક્રમશઃ જુદી પડી અને જુદા જુદા માર્ગે વિકાસ પામતી રહી.
(૨) બીજી વૈદિક પરંપરામાં ન્યાય, સાંખ્ય અને ચરક એ ત્રણ શાસ્ત્રોનો સમાવેશ છે. તેમનામાં અનુમાનના ત્રણ પ્રકારોનો ઉલ્લેખ છે અને તેમનું વર્ણન પણ છે. વૈશેષિક તથા મીમાંસક દર્શનમાં વર્ણવાયેલા બે પ્રકારના બોધક શબ્દો લગભગ સમાન છે, જ્યારે ન્યાય આદિ શાસ્ત્રોની બીજી પરંપરામાં મળતા ત્રણ પ્રકારોના બોધક શબ્દો એક જ છે. અલબત્ત, બધાં શાસ્ત્રોમાં ઉદાહરણો એકસરખાં નથી.
જૈન પરંપરામાં સૌ પ્રથમ અનુમાનના ત્રણ પ્રકારો અનુયોગદ્વારસૂત્રમાં (ઈ.સ.
૧. તત્ તુ વિધK- પ્રત્યક્ષતો દૃષ્ટબ્ધ સામાન્યતો દૃષ્ટમ્પબ્ધ ઘા શબરભાષ્ય, ૧.૧.૫.
તત્ તુ દિવિધમ્ – પ્રત્યક્ષતો છે સામાચતો ઈ ર ા પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૦૫. ૨. મીમાંસા દર્શન થતો ધર્મનિજ્ઞાસા'માં ધર્મથી જ શરૂ થાય છે, તેવી જ રીતે વૈશેષિક દર્શન
પણ ‘અથાતો ધર્મ ધ્યા:' સૂત્રમાં ધર્મનિરૂપણથી શરૂ થાય છે. “રોડનાન્નક્ષનોડર્યો
ધર્મ:' અને “તના નાયણ પ્રમાગ્યમ્' બન્નેનો ભાવ સમાન છે. ૩. પૂર્વવ છેવત્સ તો ઘા ન્યાયસૂત્ર, ૧.૧.૫. માઠરવૃત્તિ, કારિકા ૫. ચરકસંહિતા,
સૂત્રસ્થાન શ્લોક ૨૮-૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org