Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 598
________________ વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોદ્યાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અદ્દભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેકસ્થંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકસ્થંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્થંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610