Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४७४
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા તેનો સ્વીકાર કે તેનું ખંડન મળવાનો તો સંભવ જ નથી પરંતુ જૈન પરંપરા વિશે એવું નથી.જૈન પરંપરા તો પહેલાંની જેમ જ નવ્ય ન્યાયયુગથી આજ સુધી ભારતવર્ષમાં ચાલી રહી છે અને એવી વાત પણ નથી કે નવ્ય ન્યાયયુગના મર્મજ્ઞ કોઈ જૈન તાર્કિકો થયા જ નથી. ઉપાધ્યાય યશોવિજયજી જેવા તત્ત્વચિન્તામણિ અને આલોક આદિ નબન્યાયના ગ્રન્થમણિઓના અભ્યાસી સૂક્ષ્મપ્રજ્ઞ તાર્કિકો જૈન પરંપરામાં થયા છે તેમ છતાં પણ તેમના તર્કભાષા જેવા ગ્રન્થોમાં નવ્ય ન્યાયયુગીન પરિષ્કૃત અનુમાનલક્ષણનો સ્વીકાર કે તેનું ખંડન દેખાતું નથી. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ પોતાના તર્કભાષા જેવા પ્રમાણવિષયક મુખ્ય ગ્રન્થમાં અનુમાનનું લક્ષણ તે જ રાખ્યું છે જે બધા પૂર્વવર્તી શ્વેતામ્બર-દિગમ્બર તાર્કિકોએ માન્ય કર્યું છે.
આચાર્ય હેમચન્દ્ર અનુમાનનું જે લક્ષણ બાંધ્યું છે તે સિદ્ધસેન અને અકલંક આદિ પ્રાન્તન જૈન તાર્કિકો દ્વારા સ્થાપિત અને સમર્થિત જ રહ્યું છે. તેમાં આચાર્ય હેમચન્દ્ર કોઈ સુધારો કે ન્યૂનાયિતા કરેલ નથી. તેમ છતાં હેમચન્દ્રીય અનુમાનનિરૂપણમાં એક ધ્યાન દેવા જેવી વિશેષતા તો છે. તે એ કે પૂર્વવર્તી બધા જૈન તાર્કિકોએ – જેમાં અભયદેવ, વાદી દેવસૂરિ આદિ શ્વેતામ્બર તાર્કિકોનો પણ સમાવેશ થાય છે – વૈદિક પંરપરાસમ્મત ત્રિવિધ અનુમાનપ્રણાલીનું સાટોપ ખંડન કર્યું હતું, તેને આચાર્ય હેમચન્દ્ર છોડી દીધું છે. એ અમે કહી શકતા નથી કે હેમચન્દ્ર સંક્ષેપરુચિની દષ્ટિએ તે ખંડનને, જે પહેલેથી બરાબર જૈન ગ્રન્થોમાં ચાલતું આવતું હતું તેને, છોડી દીધું કે પછી પૂર્વાપર અસંગતિની દષ્ટિએ છોડી દીધું. જે હો તે, પરંતુ આચાર્ય હેમચન્દ્ર વૈદિક પરંપરાસમ્મત અનુમાનનૈવિધ્યના ખંડનનો પરિત્યાગ કરવાથી, જૈન ગ્રન્થોમાં
– ખાસ કરીને શ્વેતામ્બર ગ્રન્થોમાં જે એક પ્રકારની અસંગતિ આવી ગઈ હતી તે દૂર થઈ ગઈ. તેનું શ્રેય આચાર્ય હેમચન્દ્રને જ છે.
અસંગતિ એ હતી કે આર્યરક્ષિત જેવા પૂર્વધર ગણાતા આગમધર જૈન આચાર્ય ન્યાયસમ્મત અનુમાનનૈવિધ્યનો ઘણા વિસ્તારથી સ્વીકાર કર્યો હતો અને સમર્થન કર્યું હતું પરંતુ તેમના જ ઉત્તરાધિકારીઓ અભયદેવ વગેરે શ્વેતામ્બરતાર્કિકોએ તેનું સાવેશ ખંડન કર્યું હતું. દિગમ્બર પરંપરામાં તો આ અસંગતિ એટલા માટે નથી માની શકાતી કેમ કે તે પરંપરા આર્યરક્ષિતના અનુયોગદ્વારને માનતી જ નથી. તેથી દિગમ્બરીય તાર્કિકો અકલંક આદિએ ન્યાયદર્શનસમ્મત અનુમાનનૈવિધ્યનું જે ખંડન કર્યું તેમાં તેમણે પોતાના પૂર્વાચાર્યોના માર્ગથી વ્યુત થઈ કોઈ પણ રીતે તેમના વિરુદ્ધ કર્યું એમ કહી
૧. સન્મતિટીકા, પૃ. ૫૫૯, સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૫૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org