Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૭૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રથમ શતાબ્દી) મળે છે, જેમના બોધક શબ્દો અક્ષરશ: ન્યાયદર્શન અનુસાર જ છે. પરંતુ તો પણ અનુયોગદ્વારસૂત્રમાં વર્ણવાયેલા ત્રણ પ્રકારોનાં ઉદાહરણોમાં એટલી વિશેષતા અવશ્ય છે કે તેમનામાં ભેદ-પ્રતિભેદરૂપે વૈશેષિક-મીમાંસક દર્શનોવાળી દ્વિવિધ અનુમાનની પરંપરાનો પણ સમાવેશ થઈ જ ગયો છે. - બૌદ્ધ પરંપરામાં અનુમાનના ન્યાયસૂત્રવાળા ત્રણ પ્રકારોનું જ વર્ણન છે જે એક માત્ર ઉપાયહૃદયમાં (પૃ. ૧૩) હજુ સુધી જોવા મળે છે. જેવું સમજવામાં આવે છે તે મુજબ, ઉપાયહૃદય જો નાગાર્જુનકૃત ન હોય તો પણ તે દિનાગ પહેલાંની રચના તો અવશ્ય હોવી જોઈએ. આમ આપણે જોઈએ છીએ કે ઈ.સ.ની ચોથી-પાંચમી શતાબ્દી સુધીના જૈન-બૌદ્ધ સાહિત્યમાં વૈદિકયુગીન ઉક્ત બે પરંપરાઓનું અનુમાનવર્ણન જ સંગૃહીત કરવામાં આવ્યું છે. ત્યાં સુધી જૈન-બૌદ્ધ બન્ને પરંપરાઓ મુખ્યપણે પ્રમાણના વિષયમાં, ખાસ કરીને અનુમાનપ્રણાલીના વિષયમાં, વૈદિક પરંપરાનું જ અનુસરણ કરતી દેખાય છે.
(૨) બૌદ્ધયુગ– ઈ.સ.ની પાંચમી શતાબ્દીથી આ વિષયમાં બૌદ્ધયુગ શરૂ થાય છે. આને બૌદ્ધયુગ એટલા માટે કહેવામાં આવે છે કે અત્યાર સુધી જે અનુમાનપ્રણાલી વૈદિક પરંપરા અનુસાર જ માન્ય થતી રહી હતી તેનો પૂરા બળથી પ્રતિવાદ કરીને દિનાગે અનુમાનનું લક્ષણ સ્વતંત્રપણે નવેસરથી રચ્યું અને અનુમાનના પ્રકારો પણ પોતાની બૌદ્ધ દૃષ્ટિએ દર્શાવ્યા. દિનાગના આ નવા અનુમાનપ્રસ્થાનને બધા ઉત્તરવર્તી બૌદ્ધ વિદ્વાનોએ અપનાવ્યું અને તેમણે દિનાગની જેમ જ ન્યાય આદિ શાસ્ત્રસમ્મત વૈદિક પરંપરાના લક્ષણ પ્રકાર આદિનું ખંડન કર્યું જેનો સ્વીકાર ક્યારેક પ્રસિદ્ધ પૂર્વવર્તી બૌદ્ધ તાર્કિકોએ પોતે જ કર્યો હતો. હવેથી વૈદિક અને બૌદ્ધ તાર્કિકોની વચ્ચે ખંડન-મંડનની ખાસ સામસામી છાવણીઓ બની ગઈ. વાત્સ્યાયનભાષ્યના ટીકાકારાનટીકાકાર ઉદ્યોતકર, વાચસ્પતિ મિશ્ર વગેરેએ વસુબવુ, દિનાગ, ધર્મકીર્તિ વગેરે બૌદ્ધ તાર્કિકોના લક્ષણપ્રણયન આદિનું જોરશોરથી ખંડન કર્યું છે જેનો ઉત્તર ક્રમે ક્રમે બૌદ્ધ તાર્કિકો દેતા રહ્યા છે.
૧. તિવિષે ઇત્તે નહીં – પુત્રવે, સેવ, સિદિમવા અનુયોગદ્વારસૂત્ર, પૃ. ૨૧૨ A. ૨. પ્રમાણસમુચ્ચય, ૨.૧. Buddhist Logic, Vol.1, p.236. ૩. અનુમાને ઉતાર્થવર્ણનમ્ ! ન્યાયપ્રવેશ, પૃ. ૭. ન્યાયબિન્દુ, ૨.૩. તત્ત્વસંગ્રહ, કારિકા
૧૩૬૨. ૪. પ્રમાણસમુચ્ચય, પરિચ્છેદ ૨. તત્ત્વસંગ્રહ, કારિકા ૧૪૪૨. તાત્પર્યટીકા, પૃ. ૧૮૦. ૫. ન્યાયવાર્તિક, પૃ. ૪૯. તાત્પર્યટીકા, પૃ. ૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org