Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૬૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ પ્રાચીન વૈદિક દર્શનસૂત્રગ્રંથોમાં ન તો ઈશ્વરનું જગતસ્રષ્ટા તરીકે કે ન તો વેદકર્તા તરીકે સ્પષ્ટપણે સ્થાપન છે અને ન તો ક્યાંય પણ ઈશ્વરમાં નિત્યજ્ઞાનના અસ્તિત્વનો ઉલ્લેખ સુદ્ધાં છે. તેથી એ સુનિશ્ચિત છે કે પ્રાચીન બધાં પ્રત્યક્ષલક્ષણોનું લક્ષ્ય કેવળ જન્ય પ્રત્યક્ષ જ છે. આ જન્ય પ્રત્યક્ષની બાબતમાં કેટલાક મુદ્દાઓ ઉપર અહીં વિચાર કરવામાં આવે છે.
(૧) લૌકિકાલૌકિકતા - પ્રાચીન કાળમાં લક્ષ્યકોટિમાં જન્યમાત્ર જ નિવિષ્ટ હતું તો પણ ચાર્વાક સિવાય બધા દર્શનકારોએ જન્ય પ્રત્યક્ષના લૌકિક અને અલૌકિક એવા બે પ્રકારો માન્યા છે. બધાએ ઈન્દ્રિયજન્ય અને મનોમાત્રજન્ય વર્તમાન સંબદ્ધ વિષયક જ્ઞાનને લૌકિક પ્રત્યક્ષ કહ્યું છે. અલૌકિક જન્ય પ્રત્યક્ષનું વર્ણન ભિન્ન ભિન્ન દર્શનોમાં ભિન્ન ભિન્ન નામે છે. સાંખ્યયોગ, ન્યાયવૈશેષિક, બૌદ્ધ બધા અલૌકિક જન્ય પ્રત્યક્ષનું યોગિપ્રત્યક્ષ કે યોગિજ્ઞાન નામથી નિરૂપણ કરે છે.
મીમાંસક જે સર્વજ્ઞત્વનો, ખાસ કરીને ધર્માધર્મસાક્ષાત્કારનો, એકાન્ત વિરોધી છે તે પણ મોક્ષાંગભૂત એક પ્રકારના આત્મજ્ઞાનનું અસ્તિત્વ માને છે જે વસ્તુતઃ યોગજન્ય યા અલૌકિક જ છે.
વેદાન્તમાં જે ઈશ્વરસાલીચૈતન્ય છે તે જ અલૌકિક પ્રત્યક્ષસ્થાનીય છે.
જૈન દર્શનની આગમિક પરંપરા આવા (અર્થાત્ અલૌકિક) પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ કહે છે કેમ કે તે પરંપરા અનુસાર પ્રત્યક્ષ કેવળ તેને જ માનવામાં આવે છે જે ઈન્દ્રિયજન્ય ન હોય. તે પરંપરા અનુસાર તો દર્શનાત્તરસમ્મત લૌકિક પ્રત્યક્ષ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે, તેમ છતાં પણ જૈન દર્શનની તાર્કિક પરંપરા પ્રત્યક્ષના બે પ્રકાર માનીને એકને, જેને દર્શનાત્તરોમાં લૌકિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે તેને, સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે અને બીજાને, જેને દર્શનાત્તરોમાં અલૌકિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે તેને, પારામાર્થિક પ્રત્યક્ષ કહે છે. તથા પારમાર્થિક પ્રત્યક્ષના કારણ ૧. યોગસૂત્ર, ૩.૫૪. સાંખ્યકારિકા, ૬૪. ૨. વૈશેષિકસૂત્ર, ૯.૧. ૧૩-૧૫. ૩. ન્યાયબિન્દુ, ૧.૧૧. ४. सर्वत्रैव हि विज्ञानं संस्कारत्वेन गम्यते ।
પÉ વવજ્ઞાનાચવવારણ II તવાર્તિક, પૃ. ૨૪૦. ૫. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૨. ૬. તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૧. ૭. ટિપ્પણ, પૃ. ૩૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org