Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४६८
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ધાતુનાં વાચ્ય ફલ અને વ્યાપાર બન્ને સમાનાધિકરણ અર્થાત કનિષ્ઠ હોય છે, જ્યારે સકર્મક ધાતુનાં વાચ્ય ફલ અને વ્યાપાર બ2 અંશ જે ધાતુવાચ્ય હોવાના કારણે ક્રિયારૂપ છે તે વ્યધિકરણ અર્થાત અનુક્રમે કર્મનિષ્ઠ અને કર્તનિષ્ઠ હોય છે.' પ્રકૃત પ્રમાણ-ફલની ચર્ચામાં જ્ઞાધાતુનો વ્યાપારરૂપ અર્થ જે કનિષ્ઠ છે તેને પ્રમાણ કહેલ છે અને તેનો ફલરૂપ અર્થ જે કર્મનિષ્ઠ છે તેને ફલ કહેલ છે. જ્ઞાધાતુ સકર્મક હોવાથી તેનો જ્ઞાનાત્મક વ્યાપાર અને તજન્ય પ્રકાશરૂપ ફલ બન્ને અનુક્રમે કÖનિષ્ઠરૂપે અને કર્મનિષ્ઠરૂપે પ્રતિપાદ્ય છે અને બન્ને ક્રિયારૂપ છે.
૫. ૨૯૬ “વપરમાતી' – આચાર્યું સૂત્રમાં આત્માને સ્વાભાસી અને પરાભાસી કહેલ છે. જો કે આ બે વિશેષણોને લક્ષિત કરીને અમે સંક્ષેપમાં ટિપ્પણ લખ્યું છે (ટિપ્પણ પૃ. ૩૮૭), તો પણ આ વિષયમાં અન્ય દષ્ટિએ લખવું આવશ્યક સમજી અહીં થોડો વિચાર કરવામાં આવે છે. - “સ્વાભાસી પદના “સ્વ”નું આભાસનશીલ અને “સ્વ” દ્વારા આભાસનશીલ એવા બે અર્થો ફલિત થાય છે પરંતુ વસ્તુતઃ આ બન્ને અર્થોમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી. બન્ને અર્થોનો મતલબ સ્વપ્રકાશ છે અને સ્વપ્રકાશનું તાત્પર્ય પણ સ્વપ્રત્યક્ષ જ છે. પરંતુ “પરાભાસી પદથી ફલિત થનારા બે અર્થોની મર્યાદા એક નથી. પરનું આભાસનશીલ એ એક અર્થ જેને વૃત્તિમાં આચાર્યે પોતે જ દર્શાવ્યો છે અને પર દ્વારા આભાસનશીલ એ બીજો અર્થ. આ બન્ને અર્થોના ભાવમાં અંતર છે. પહેલા અર્થથી આત્માનો પરપ્રકાશન સ્વભાવ સૂચિત કરાય છે જયારે બીજા અર્થથી સ્વયં આત્માનો બીજા દ્વારા પ્રકાશિત થવાનો સ્વભાવ સૂચિત થાય છે. એ તો સમજી જ જવું જોઈએ કે ઉક્ત બન્ને અર્થોમાંથી બીજા, અર્થાત્ પર દ્વારા આભાસિત થવું એ અર્થનું તાત્પર્ય પર દ્વારા પ્રત્યક્ષ હોવું એ છે. પહેલા અર્થનું તાત્પર્ય તો પરને પ્રત્યક્ષ યા પરોક્ષ કોઈ રૂપે ભાસિત કરવું એ છે. જે દર્શનો આત્મભિન્ન તત્ત્વને પણ માને છે તે બધા આત્માને પરનો અવભાસિક માને જ છે. અને જેમ પ્રત્યક્ષ યા પરોક્ષરૂપે પરનો અવભાસક આત્મા અવશ્ય બને છે તેવી જ રીતે તે કોઈ ને કોઈ રૂપે સ્વનો પણ અવભાસક બને જ છે, તેથી અહીં દાર્શનિકોનો જે મતભેદ દર્શાવવામાં આવે છે તે સ્વપ્રત્યક્ષ અને પરપ્રત્યક્ષના અર્થને લઈને સમજવો જોઈએ. સ્વપ્રત્યક્ષવાદી તે જ હોઈ શકે છે જેઓ જ્ઞાનને સ્વપ્રત્યક્ષ માને છે અને સાથે સાથે જ જ્ઞાન-આત્માનો અભેદ યા કથંચિત અભેદ માને છે. શંકર, રામાનુજ આદિ વેદાન્ત, સાંખ્ય, યોગ, વિજ્ઞાનવાદી બૌદ્ધ અને જેન આ બધાના મતે આત્મા સ્વપ્રત્યક્ષ છે – ભલે ને તે આત્મા કોઈના મતે શુદ્ધ અને નિત્ય ચૈતન્યરૂપ હોય, કોઈના મતે જન્ય જ્ઞાનરૂપ જ હોય કે કોઈના મતે ચૈતન્ય-જ્ઞાનોભયરૂપ હોય – કેમ કે તે બધા આત્મા અને જ્ઞાનનો અભેદ માને છે ૧. વ્યાપારોનિષ્ઠતાયામર્મ | ધાતુયોર્ધfમેન્ટે સર્ષ ૨ાહત: | વૈયાકરણ
ભૂષણસાર, કારિકા ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org