Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૬ ૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ઉત્પન્ન થનારાં પ્રત્યક્ષ, અનુમિતિ, સ્મૃતિ આદિ જ્ઞાન પણ સ્વસ્વરૂપના વિષયમાં પ્રત્યક્ષ જ છે.
જ્ઞાનને પરપ્રત્યક્ષ અર્થમાં પરપ્રકાશ માનનારા સાંખ્યયોગ અને ન્યાયવૈશેષિક છે. તેઓ કહે છે કે જ્ઞાનનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો છે પરંતુ તે પોતે પોતાની મેળે પ્રત્યક્ષ થઈ શકતું નથી (અર્થાતુ જ્ઞાન પોતે પોતાને પ્રત્યક્ષ જાણતું નથી.) તેની પ્રત્યક્ષતા અન્યાશ્રિત છે (અર્થાત જ્ઞાન બીજા વડે પ્રત્યક્ષ થાય છે). તેથી જ્ઞાન ભલે પ્રત્યક્ષ હો, અનુમિતિ હો, યા શબ્દ હો કે સ્મૃતિ આદિ અન્ય કોઈ, તો પણ તે બધાં
સ્વવિષયક અનુવ્યવસાય દ્વારા પ્રત્યક્ષરૂપે ગૃહીત થાય છે. પરપ્રત્યક્ષત્વની બાબતમાં તેઓ એકમત હોવા છતાં પણ પર શબ્દના અર્થના વિષયમાં તેઓ એકમત નથી કેમ કે ન્યાય-વૈશેષિક અનુસાર તો પરનો અર્થ અનુવ્યવસાય છે જેના દ્વારા પૂર્વવર્તી કોઈ પણ જ્ઞાનવ્યક્તિ પ્રત્યક્ષરૂપે ગૃહીત થાય છે પરંતુ સાંખ્યયોગ અનુસાર પર શબ્દનો અર્થ છે ચૈતન્ય જે પુરુષનું સહજ સ્વરૂપ છે અને જેના દ્વારા જ્ઞાનાત્મક બધી બુદ્ધિવૃત્તિઓ પ્રત્યક્ષરૂપે ભાસિત થાય છે.
પરાનુમયના અર્થમાં પરપ્રકાશવાદી કેવળ કુમારિલ છે જે જ્ઞાનને સ્વભાવથી જ પરોક્ષ માનીને તેનું તજજન્ય જ્ઞાતતારૂપ લિંગ દ્વારા અનુમાન માને છે, જે અનુમાન કાર્યહેતુક કારણવિષયક છે (શાસ્ત્રદીપિકા, પૃ. ૧૫૭). કુમારિલ સિવાય બીજું કોઈ જ્ઞાનને અત્યંત પરોક્ષ નથી માનતું. પ્રભાકરના મત અનુસાર ફલસંવિત્તિ દ્વારા જ્ઞાનનું જે અનુમાન માનવામાં આવ્યું છે તે કુમારિલસંમત પ્રાટ્યરૂપ ફલથી થનારા જ્ઞાનના અનુમાનથી બિલકુલ જુદું છે. કુમારિલ તો પ્રાકટ્યથી જ્ઞાનનું, જે આત્મસમવેત ગુણ છે તેનું, અનુમાન માને છે જ્યારે પ્રભાકરના મત અનુસાર સંવિરૂપ ફળથી અનુમિત થનારું જ્ઞાન વસ્તુતઃ જ્ઞાન ગુણ નથી પરંતુ જ્ઞાનગુણજનક ત્રિકર્ષ આદિ જડ સામગ્રી જ છે. આ સામગ્રીરૂપ અર્થમાં જ્ઞાન શબ્દના પ્રયોગનું સમર્થન કરણાર્થક “અનુ” પ્રત્યય માનીને કરવામાં આવે છે.
આચાર્ય હેમચન્દ્ર જૈન પરંપરાસમ્મત જ્ઞાનમાત્રના પ્રત્યક્ષત્વ સ્વભાવના સિદ્ધાન્તને માનીને જ તેનું સ્વનિર્ણયત્વ સ્થાપ્યું છે અને ઉપર્યુક્ત વિધ પરપ્રકાશત્વનું
૧. સવા જ્ઞાતત્તવૃત્તયતમો: પુરુષાપરિમિત્વાતિ ન તજ્જાના રૂત્વા યોગસૂત્ર,
૪.૧૮-૧૯. ૨. પ્રાાિં સુઉં ટુકમ મતિઃ કૃતિકા કારિકાવલી, પ૭. ૩. સંવિધુત્તરમાત્મમ:વર્ષä તત્યવસ્થરતુણતામાપુwતા પ્રકરણપંચિકા, પૃ.
૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org