Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૫૫ કે વિષયવિષયન્નિપાતાનારસમુદ્ભૂત સત્તાત્રોવર્ણનાત્ – પ્રમાણનયતત્તાલોક, ૨.૭. દર્શન શબ્દના ઉક્ત પાંચ અર્થોમાંથી અન્તિમ સામાન્યબોધરૂપ અર્થ લઈને જ અહીં વિચાર પ્રસ્તુત છે. તેના અંગે અહીં છ મુદ્દાઓ ઉપર કંઈક વિચાર કરવામાં આવે છે.
(૧) અસ્તિત્વ – જે બોધમાં વસ્તુનું નિર્વિશેષણસ્વરૂપમાત્ર ભાસે એવા બોધનું અસ્તિત્વ એક યા બીજા નામે ત્રણ પરંપરાઓ સિવાય બધી પરંપરાઓ સ્વીકારે છે. જૈન પરંપરા જેને દર્શન કહે છે તે સામાન્યમાત્રના બોધને ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ તથા પૂર્વોત્તરમીમાંસા નિર્વિકલ્પક અને આલોચનમાત્ર કહે છે. બૌદ્ધ પરંપરામાં પણ તેનું નિર્વિકલ્પક નામ પ્રસિદ્ધ છે. ઉક્ત બધાં દર્શનો એવું માને છે કે જ્ઞાનવ્યાપારના ઉત્પત્તિક્રમમાં સર્વપ્રથમ એવા બોધનું સ્થાન અનિવાર્યપણે આવે છે જે ગ્રાહ્ય વિષયના સન્માન સ્વરૂપને ગ્રહણ કરે પરંતુ જેમાં કોઈ અંશ. વિશેષ્યવિશેષણરૂપે ભાસે નહિ. પરંતુ મધ્વ અને વલ્લભની બે વેદાન્ત પરંપરાઓ અને ત્રીજી ભર્તુહરિ અને તેના પૂર્વવર્તી વૈયાકરણોની પરંપરા જ્ઞાનવ્યાપારના ઉત્પત્તિક્રમમાં કોઈ પણ પ્રકારના સામાન્યમાત્રગ્રાહી બોધનું અસ્તિત્વ સ્વીકારતી નથી.' આ ત્રણ પરંપરાઓનું મન્તવ્ય છે કે એવો કોઈ બોધ હોઈ શકતો જ નથી જેમાં કોઈ ને કોઈ વિશેષ ભાસતો ન હોય ત્યા જેમાં કોઈ પણ પ્રકારનો વિશેષ્યવિશેષણસંબંધ ભાસતો ન હોય. તેમનું કહેવું છે કે પ્રાથમિકદશાનું જ્ઞાન પણ કોઈ ને કોઈ વિશેષને, ભલે ને તે વિશેષ ધૂળ જ કેમ ન હોય, પ્રકાશિત કરે જ છે, તેથી જ જ્ઞાનમાત્ર સવિકલ્પક છે. નિર્વિકલ્પકનો મતલબ એટલો જ સમજવો જોઈએ કે તેમાં ઈતરજ્ઞાનોની અપેક્ષાએ ઓછા વિશેષો ભાસે છે. જ્ઞાનમાત્રને સવિકલ્પક માનનારી ઉક્ત ત્રણ પરંપરાઓમાં પણ વૈયાકરણોની પરંપરા જ પ્રાચીન છે. સંભવ છે કે ભર્તુહરિની તે પરંપરાને જ મધ્ય અને વલ્લભે અપનાવી હોય.
(૨) લૌકિકાલૌકિકતા – નિર્વિકલ્પનું અસ્તિત્વ માનનારી બધી દાર્શનિક પરંપરાઓ લૌકિક નિર્વિકલ્પને અર્થાત ઇન્દ્રિયત્રિકર્ષજન્ય નિર્વિકલ્પને તો માને છે જ પરંતુ અહીં પ્રશ્ન છે અલૌકિક નિર્વિકલ્પના અસ્તિત્વનો. જૈન અને બૌદ્ધ બન્ને પરંપરાઓ એવા પણ નિર્વિકલ્પકને માને છે જે ઇન્દ્રિયસત્રિકર્ષ સિવાય પણ યોગ કે વિશિષ્ટાત્મશક્તિથી ઉત્પન્ન થાય છે. બૌદ્ધ પરંપરામાં એવું અલૌકિક નિર્વિકલ્પક યોગિસંવેદનના નામથી પ્રસિદ્ધ છે જ્યારે જૈન પરંપરામાં અવધિદર્શન અને કેવલદર્શનના નામથી પ્રસિદ્ધ છે. ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ અને પૂર્વોત્તરમીમાંસા 9. Indian Psychology : Perception, pp. 52-54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org