Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૫૧ વ્યવસ્થાને એકદેશીય અને અન્યાયમૂલક માનીને પૂર્ણ સમભાવમૂલક સીધો માર્ગ બાંધી દીધો કે પોતાના પક્ષની સિદ્ધિ કરવી જ જય છે. અને આવી સિદ્ધિમાં બીજા પક્ષનું નિરાકરણ અવશ્ય ગર્ભિત છે. અકલંકોપજ્ઞ આ જય-પરાજયની વ્યવસ્થાનો માર્ગ અન્તિમ છે કેમ કે તેના ઉપર કોઈ બૌદ્ધાચાર્ય કે બ્રાહ્મણ વિદ્વાને આપત્તિ નથી ઉઠાવી. જૈન પરંપરામાં જય-પરાજયની વ્યવસ્થાનો આ એક જ માર્ગ પ્રચલિત છે જેનો સ્વીકાર બધા દિગમ્બર-શ્વેતાંબર તાર્કિકોએ કર્યો છે અને જેના સમર્થનમાં વિદ્યાનન્દ (તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૮૧), પ્રભાચન્દ્ર (પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૯૪), વાદિરાજ (ન્યાયવિનિશ્ચયટીકા . પર૭ B) વગેરેએ બહુ વિસ્તારથી પૂર્વકાલીન અને સમકાલીન મતાન્તરોનો નિરાસ પણ કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર પણ આ વિષયમાં ભટ્ટારક અકલંકને જ અનુસરે છે.
સૂત્ર ૩૪ની વૃત્તિમાં આચાર્ય હેમચન્દ્ર ન્યાયદર્શનાનુસારી નિગ્રહસ્થાનોનું પૂર્વપક્ષ તરીકે જે વર્ણન કર્યું છે તે અક્ષરશઃ જયન્તની વાયકલિકા (પૃ. ૨૧-૨૭) અનુસાર છે અને તે નિગ્રહસ્થાનોનું તેમણે જે ખંડન કર્યું છે તે અક્ષરશઃ પ્રમેયકમલમાર્તડાનુસારી (પૃ. ૨૦૦ B - ૨૦૩ A) છે. તેવી જ રીતે ધર્મકીર્તિસમ્મત (વાદન્યાય) નિગ્રહસ્થાનોનું વર્ણન અને તેનું ખંડન પણ અક્ષરશઃ પ્રમેયકમલમાર્તડ અનુસાર છે. જો કે ન્યાયસમ્મત નિગ્રહસ્થાનોનો નિર્દેશ અને તેમનું ખંડન તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં (પૃ. ૨૮૩થી) પણ છે તથા ધર્મકીર્તિસમ્મત નિગ્રહસ્થાનોનું વર્ણન તથા ખંડન વાચસ્પતિ મિશ્રે તાત્પર્યટીકામાં (પૃ. ૭૦૩થી), જયન્ત ન્યાયમંજરીમાં (પૃ. ૬૪૯) અને વિદ્યાનન્દ અસહસ્રીમાં (પૃ. ૮૧) કરેલ છે પરંતુ હેમચન્દ્રીય વર્ણન અને ખંડન પ્રમેયકમલમાર્તડ સાથે જ અક્ષરશઃ મળતું છે.
પૃ. ૨૬૭ વિરુદ્ધ' – ત૬#મ્ – વિરુદ્ધ હેતુમુદ્ધવ્યિ વાવિન નયતીત: | સામાસાન્તરમુFાદ્ય પક્ષસિદ્ધિમપેક્ષતે | તત્ત્વાર્થસ્લોકવાર્તિક, પૃ. ૨૮૦. ન્યાયવિનિશ્ચયટીકા (લિખિત) પૃ. ૫૨૮ A. એનોડMખ્યધાત્ – વિરુદ્ધ હેતુમુદ્વાવ્ય / રત્નાકરાવતારિકા, ૮.૨૨.
પૃ. ૨૬૭ મત્રાનમાષણ' – તુલના – અત્રીનનુમાષણમજ્ઞાનमप्रतिभा विक्षेपः पर्यनुयोज्योपेक्षणमित्यप्रतिपत्त्या संगृहीतानि शेषाणि વિપ્રતિપજ્યા ! ન્યાયમંજરી, પૃ. ૬૩૯. ન્યાયકલિકા, પૃ. ૨૨.
આ વિષયમાં ન્યાયભાષ્યકારનો મતભેદ આ પ્રમાણે છે –તત્રીનનુમાષણज्ञानमप्रतिभा विक्षेपो मतानुज्ञा पर्यनुयोज्योपेक्षणमित्यप्रतिपत्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org