Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૫૦
હેમચન્દ્રાચાર્યકુત પ્રમાણમીમાંસા પરાજય અવશ્ય મનાશે કેમ કે તેણે પોતાના કર્તવ્ય તરીકે યથાર્થ દોષોનું ઉલ્કાવન ન કરીને મિથ્યા દોષોનું કથન કર્યું અને વાદીએ તેને પકડી પાડ્યો. આટલું થવા છતાં પણ વાદીનો જય તો નહિ જ મનાય કેમ કે વાદીએ દુષ્ટ સાધનનો જ પ્રયોગ કર્યો છે, જ્યારે જયના માટે વાદીનું કર્તવ્ય છે કે સાધનના યથાર્થ જ્ઞાન દ્વારા નિર્દોષ સાધનનો જ તે પ્રયોગ કરે. આ રીતે ધર્મકીર્તિએ જય-પરાજયની બ્રાહ્મણસમ્મત વ્યવસ્થામાં સંશોધન કર્યું, સુધારો કર્યો. પરંતુ તેમણે અસાધનાંગવચન તથા અદોષોભાવન દ્વારા જયપરાજયની જે વ્યવસ્થા કરી તેમાં એટલી બધી જટિલતા અને દુરહતા આવી ગઈ કે અનેક પ્રસંગોએ સરળતાથી એ નિર્ણય કરવો જ અસંભવ બની ગયું કે અસાધનાંગવચન તથા અદોષોભાવન છે કે નહિ. આ જટિલતા અને દુરૂકતાથી બચવા અને સરળતાથી નિર્ણય કરવાની દષ્ટિએ ભટ્ટારક અકલકે ધર્મકીર્તિકૃત જયપરાજય વ્યવસ્થાનું પણ સંશોધન કર્યું. અકલંકના સંશોધનમાં ધર્મકીર્તિસમ્મત સત્યનું તત્ત્વ તો નિહિત છે જ, પરંતુ જણાય છે કે અકલંકની દૃષ્ટિમાં તેના ઉપરાંત અહિંસાસમભાવનો જૈનપ્રકૃતિસુલભ ભાવ પણ નિહિત છે. તેથી જ અકલંકે કહી દીધું કે કોઈ એક પક્ષની સિદ્ધિ જ તેનો જય છે અને બીજા પક્ષની અસિદ્ધિ જ તેનો પરાજય છે. અકલંકનો આ સુનિશ્ચિત મત છે કે કોઈ એક પક્ષની સિદ્ધિ બીજા પક્ષની અસિદ્ધિ વિના થઈ જ નથી શકતી. તેથી જ અકંલકના મત અનુસાર એ ફલિત થયું કે જ્યાં એકની સિદ્ધિ થશે ત્યાં બીજાની અસિદ્ધિ અનિવાર્ય છે, અને જે પક્ષની સિદ્ધિ થાય તેનો જય થાય. તેથી જ સિદ્ધિ અને અસિદ્ધિ અથવા બીજા શબ્દોમાં જય અને પરાજય સમવ્યાયિક છે. કોઈ પણ પરાજય જયશૂન્ય નથી અને કોઈ પણ જય પરાજયશૂન્ય નથી. ધર્મકીર્તિકૃત વ્યવસ્થામાં અકલંકની સૂક્ષ્મ અહિંસાપ્રકૃતિએ એક ત્રુટિને પકડી પાડી લાગે છે. તે એ કે પૂર્વોક્ત ઉદાહરણમાં કર્તવ્યપાલન ન કરવા માત્રથી જો પ્રતિવાદીને પરાજિત સમજવામાં આવે તો દુષ્ટ સાધનના પ્રયોગમાં સમ્યક સાધનના પ્રયોગ રૂપ કર્તવ્યનું પાલન ન હોવાથી વાદીને પણ પરાજિત કેમ ન સમજવો ? જો ધર્મકીર્તિ વાદીને પરાજિત ન માને તો પછી તેમણે પ્રતિવાદીને પણ પરાજિત ન માનવો જોઈએ. આમ અકલંકે પૂર્વોક્ત ઉદાહરણમાં કેવળ પ્રતિવાદીને પરાજિત માની લેવાની
१. निराकृतावस्थापितविपक्षस्वपक्षयोरेव जयेतरव्यवस्था नान्यथा। तदुक्तम् - स्वपक्षसिद्धिरेकस्य निग्रहोऽन्यस्य वादिनः ।
નાસાધનાક્રવરને નાડોદ્ધાવને દો. આ અષ્ટશતી-અષ્ટસહસ્ત્રી, પૃ. ૮૭ तत्रेह तात्त्विके वादेऽकलङ्कः कथितो जयः । વપક્ષસક્રિય નિપ્રદોષ વાહન તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org