Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
४४८
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જે અમારી ઉક્ત સંભાવનાનું સમર્થન કરે છે.
પહેલા તો બૌદ્ધ પરંપરાએ ન્યાય પરંપરાના જ નિગ્રહસ્થાનોને અપનાવ્યાં, તેથી તેની સમક્ષ કોઈ એવી નિગ્રહસ્થાનવિષયક બીજી વિરોધી પરંપરા ન હતી જેનું બૌદ્ધ . તાર્કિકો ખંડન કરે, પરંતુ એક યા બીજા કારણે જ્યારે બૌદ્ધ તાર્કિકોએ નિગ્રહસ્થાનનું સ્વતંત્ર નિરૂપણ શરૂ કર્યું ત્યારે તેમની સામે ન્યાય પરંપરાવાળા નિગ્રહસ્થાનોના ખંડનનો પ્રશ્ન સ્વયં જ આવી ખડો થયો. તેમણે તે પ્રશ્નને ઘણા વિસ્તારથી અને અતિસૂક્ષ્મતાથી ઉકેલ્યો. ધર્મકીર્તિએ વાદન્યાય નામનો એક સારો ગ્રન્થ આ વિષય ઉપર લખી નાખ્યો જેના ઉપર શાન્તરક્ષિતે ફુટ વ્યાખ્યા પણ લખી. વાદન્યાયમાં ધર્મકીર્તિએ નિગ્રહસ્થાનનું લક્ષણ એક કારિકામાં સ્વતંત્રપણે બાંધીને તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે અને અક્ષપાદસમ્મત અને વાત્સ્યાયન અને ઉદ્યોતકર દ્વારા વ્યાખ્યાત નિગ્રહસ્થાનોનાં લક્ષણોના એક એક શબ્દને લઈને વિસ્તારથી તેમનું ખંડન કર્યું છે. ધર્મકીર્તિની આ કૃતિથી નિગ્રહસ્થાનની નિરૂપણપરંપરા સ્પષ્ટપણે બે પ્રવાહોમાં વહેંચાઈ ગઈ. લગભગ ધર્મકીર્તિના સમયમાં યા તો કંઈક આગળ કે પાછળ જૈન તાર્કિકોની સામે પણ વિગ્રહસ્થાનના નિરૂપણનો પ્રશ્ન આવ્યો. કોઈ પણ જૈન તાર્કિકે બ્રાહ્મણ પરંપરાના નિગ્રહસ્થાનોને અપનાવ્યા હોય યા બૌદ્ધ પરંપરાના સ્વતંત્ર નિગ્રહસ્થાનનિરૂપણને અપનાવ્યું હોય એવું જણાતું નથી. તેથી જ જૈન પરંપરાની સામે નિગ્રહસ્થાનનું સ્વતંત્રપણે નિરૂપણ કરવાનો જ પ્રશ્ન રહ્યો જેને અકલંકે ઉકેલ્યો. તેમણે નિગ્રહસ્થાનનું લક્ષણ સ્વતંત્રપણે જ રચ્યું અને તેની વ્યવસ્થા બાંધી જેનું અક્ષરશ: અનુસરણ ઉત્તરવર્તી બધા દિગમ્બર શ્વેતામ્બર તાર્કિકોએ કર્યું છે. અકલંકકૃત સ્વતન્ત લક્ષણનો કેવળ સ્વીકાર કરી લેવાથી જૈન તાર્કિકોનું કર્તવ્ય પૂરું થઈ શકતું ન હતું જ્યાં સુધી તેઓ પોતાની પૂર્વવર્તી અને પોતાની સામે ઉપસ્થિત બ્રાહ્મણ અને બૌદ્ધ બન્ને પરંપરાના નિગ્રહસ્થાનવિષયક વિચારનું ખંડન ન કરે. આ દષ્ટિએ અકલંકના અનુગામી વિદ્યાનન્દ, પ્રભાચન્દ્ર આદિએ વિરોધી પરંપરાઓના ખંડનનું કામ વિશેષપણે શરૂ કર્યું. આપણને તેમના ગ્રન્થોમાં મળે છે પહેલું તો તેમણે કરેલું ન્યાય પરંપરાનાં નિગ્રહસ્થાનોનું ખંડન અને પછી બૌદ્ધ પરંપરાના નિગ્રહસ્થાનના લક્ષણનું ખંડન. જયાં સુધી જોવામાં આવ્યું છે તે ઉપરથી જાણવા મળે છે કે ધર્મકીર્તિના લક્ષણનું સંક્ષેપમાં સ્વતંત્ર ખંડન કરનાર સૌપ્રથમ અકલંક છે અને વિસ્તૃત ખંડન કરનાર વિદ્યાનન્દ અને તદુપજીવી પ્રભાચન્દ્ર છે. ૧. દિગમ્બર પરંપરામાં કુમારનન્દી આચાર્યનો પણ એક “વાદન્યાય' ગ્રન્થ હતો. મન્દ્રિ
પટ્ટાપ દ્વવારા નિકિતત્વત્ ! પત્રપરીક્ષા, પૃ. ૩. ૨. તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૮૩.પ્રમેયકમલમાર્તડ, પૃ. ૨૦૦B.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org