Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આદિનો, ત્યાગજીવનની અપેક્ષાએ અધિક સંબંધ છે. આ કારણોને લીધે બ્રાહ્મણ પંરપરામાં મોક્ષનું પ્રયોજન હોવા છતાં પણ છલ, જાતિ આદિના પ્રયોગનું સમર્થન હોવું સહજ હતું, જયારે જૈન પરંપરા માટે તેમ કરવું સહજ ન હતું. શું કરવું એ એક વાર પ્રકૃતિ અનુસાર નક્કી થઈ જાય છે એટલે પછી વિદ્વાનો તે કર્તવ્યનું સયુક્તિક સમર્થન પણ કરી લે છે. કુશાગ્રબુદ્ધિ બ્રાહ્મણ તાર્કિકોએ એ જ કર્યું. તેમણે કહ્યું કે તત્ત્વનિર્ણયની રક્ષા કાજે કોઈ કોઈ વાર છલ, જાતિ આદિનો પ્રયોગ પણ ઉપકારક હોવાથી ઉપાદેય છે, જેમ કે અંકુરરક્ષા ખાતર સકંટક વાડનો ઉપયોગ. આ દષ્ટિએ તેમણે છલ, જાતિ આદિના પ્રયોગની પણ મોક્ષ સાથે સંગતિ દર્શાવી. તેમણે પોતાના સમર્થનમાં એક વાત સ્પષ્ટ કહી દીધી કે છલ, જાતિ આદિનો પ્રયોગ પણ તત્ત્વજ્ઞાનની રક્ષા સિવાય લાભ, ખ્યાતિ આદિ અન્ય કોઈક ભૌતિક પ્રયોજનથી કર્તવ્ય નથી. આમ અવસ્થાવિશેષમાં છલ, જાતિ આદિના પ્રયોગનું સમર્થન કરીને તેની મોક્ષ સાથે જે સંગતિ બ્રાહ્મણ તાર્કિકોએ દેખાડી તેને જ બૌદ્ધ તાર્કિકોએ અક્ષરશઃ સ્વીકારીને પોતાના પક્ષમાં પણ લાગુ પાડી. ઉપાયહૃદયના લેખક બૌદ્ધ તાર્કિકે છલ, જાતિ આદિના પ્રયોગની મોક્ષ સાથે કેવી અસંગતિ છે એ આશંકા કરીને તેનું સમાધાન અક્ષપાદના જ શબ્દોમાં કર્યું છે કે આમ્રફલની રક્ષા માટે કંટકિલ વાડની જેમ સદ્ધર્મની રક્ષા માટે છલ આદિનો પ્રયોગ યોગ્ય છે. વાદ સંબંધી પદાર્થોના પ્રથમ ચિન્તન, વર્ગીકરણ અને સંકલનનું શ્રેય બ્રાહ્મણ પરંપરાને છે કે બૌદ્ધ પરંપરાને? – આ પ્રશ્નનો સુનિશ્ચિત જવાબ છલ આદિના પ્રયોગના પેલા સમાન સમર્થનમાંથી મળી જાય છે. બૌદ્ધ પરંપરા મૂળથી જ જૈન પરંપરાની જેમ યાગિભિક્ષપ્રધાન રહી છે અને તેણે એકમાત્ર નિર્વાણ તથા તેના ઉપાયો ઉપર જ ભાર આપ્યો છે. તે પોતાની પ્રકૃતિ અનુસાર શરૂઆતમાં ક્યારેય છલ આદિના પ્રયોગને સંગત માની શકે નહિ, જેમ બ્રાહ્મણ પરંપરા માની શકે છે તેમ. તેથી જ એમાં કોઈ સંદેહ નથી રહેતો કે બુદ્ધના શાન્ત અને અક્લેશ ધર્મની પરંપરાના સ્થાપન અને પ્રચારમાં પડી ગયા પછી ભિક્ષુકોને જયારે બ્રાહ્મણ વિદ્વાનો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું ત્યારે તેમણે તેમની વાદપદ્ધતિનો વિશેષ અભ્યાસ, પ્રયોગ અને સમર્થન શરૂ કર્યા અને જે જે બ્રાહ્મણ કુલાગત સંસ્કૃત તથા ન્યાયવિદ્યા શીખીને બૌદ્ધ પરંપરામાં દીક્ષિત થયા તે પણ પોતાની સાથે કુલધર્મની તે જ દલીલો લઈને આવ્યા જે ન્યાયપરંપરામાં હતી. તેમણે નવસ્વીકૃત બૌદ્ધ પરંપરામાં તે વાદપદાર્થોના અભ્યાસ અને પ્રયોગ આદિનો પ્રચાર કર્યો જે ન્યાય
૧. તત્ત્વષ્યવસાયસંરક્ષાર્થ નત્પવિતાડે વીનરોદક્ષાર્થ ઋષ્યશારવીવરવત્ ! ન્યાયસૂત્ર, ૪.૨.૫૦. યથાશ્રપુષ્ટિામેન તત્વ(ન)પરિક્ષાર્થ વહિવંદતીક્ષ્યનિરવિવાર: યો, વારમોfપ તથૈવાધુના સદ્ધર્મરક્ષણે 9થી ન તુ રતિલ્લામાયા ઉપાયહૃદય, પૃ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org